શાળા બહાર ખોદાયેલો ખાડો બન્યો જોખમ! તુલસીવાડીમાં બાળકોની સુરક્ષા સામે સવાલ
વડોદરા , 23 જુલાઈ (હિ.સ.) વડોદરામાં ચોમાસું ધીમે ધીમે જામતું જાય છે ત્યારે શહેરભરમાં ચાલી રહેલી વિકાસ કામગીરી હવે અકસ્માતનું કારણ બની શકે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. તુલસીવાડી વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ડૉ. બાબાસાહેબ આંબેડકર
ખાડો


વિદ્યાર્થી


વિદ્યાર્થી


વિદ્યાર્થી


વડોદરા , 23 જુલાઈ (હિ.સ.) વડોદરામાં ચોમાસું ધીમે ધીમે જામતું જાય છે ત્યારે શહેરભરમાં ચાલી રહેલી વિકાસ કામગીરી હવે અકસ્માતનું કારણ બની શકે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. તુલસીવાડી વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ડૉ. બાબાસાહેબ આંબેડકર પ્રાથમિક શાળાની બહાર દિવાલના કામ માટે ખોદાયેલો ખાડો વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ગંભીર જોખમ ઉભું કરી રહ્યો છે.

વડોદરા શહેરના તુલસીવાડી વિસ્તારમાં આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકર પ્રાથમિક શાળાની બહાર દિવાલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી માટે શાળાના પ્રવેશદ્વાર નજીક જ ખાડો ખોદવામાં આવ્યો છે, જેના કારણે શાળામાં આવતા-જતા નાના બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિકો અને વાલીઓનું કહેવું છે કે, જો ધોધમાર વરસાદ પડે અને આ ખાડામાં પાણી ભરાઈ જાય તો બાળકો માટે ગંભીર અકસ્માતનું જોખમ ઊભું થઈ શકે છે.

સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે, આવી કામગીરી ઉનાળાની રજાઓ દરમિયાન પૂર્ણ કરી શકાય તેમ હોવા છતાં વરસાદી સીઝનમાં કેમ શરૂ કરવામાં આવી? વધુમાં વરસાદને કારણે કામ વચ્ચે જ બંધ રહેતું હોવાથી જોખમ વધુ વધી રહ્યું છે.

બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલ શાળાના કર્મચારીઓ દરવાજા પાસે ઊભા રહી વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે અંદર-બહાર જવામાં મદદ કરી રહ્યા છે.

જોકે, જો કોઈ અનિચ્છનીય અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તે પ્રશ્ન સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. વાલીઓએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને સંબંધિત તંત્રને તાત્કાલિક સુરક્ષાના પગલાં લેવા અને કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande