વિરોધ પક્ષના આક્ષેપોને લઈને પાટણ નાગરિક બેંકના નવા ડિરેક્ટરોઓએ તમામ આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા
પાટણ, 23 જુલાઈ (હિ.સ.) : પાટણ નાગરિક સહકારી બેંકની ચૂંટણી અને વાર્ષિક સાધારણ સભા બાદ વિરોધ પક્ષના આક્ષેપોને લઈને નવા ચૂંટાયેલા ડિરેક્ટરોએ પત્રકાર પરિષદ યોજી તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. નવા ડિરેક્ટર દિલીપ પટેલે જણાવ્યું કે સભાસદોએ વિશ્વાસ
વિરોધ પક્ષના આક્ષેપોને લઈને પાટણ નાગરિક બેંકના નવા ડિરેક્ટરોઓએ તમામ આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા.


પાટણ, 23 જુલાઈ (હિ.સ.) : પાટણ નાગરિક સહકારી બેંકની ચૂંટણી અને વાર્ષિક સાધારણ સભા બાદ વિરોધ પક્ષના આક્ષેપોને લઈને નવા ચૂંટાયેલા ડિરેક્ટરોએ પત્રકાર પરિષદ યોજી તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.

નવા ડિરેક્ટર દિલીપ પટેલે જણાવ્યું કે સભાસદોએ વિશ્વાસ વ્યક્ત કરીને 9 ડિરેક્ટરોને બહુમતીથી જીતાડ્યા છે. ચેરમેન અને એમડીની પસંદગી પણ આ 9 ડિરેક્ટરોમાંથી જ એકમતે કરવામાં આવશે અને તમામ ડિરેક્ટરો એકજૂથ રહી બેંકના હિતમાં કાર્ય કરશે.

ભરતી કૌભાંડ અને ₹25 લાખના ખોટા ખર્ચના આક્ષેપો અંગે તેમણે સ્પષ્ટતા કરી કે કોઈ ખોટો ખર્ચ થયો નથી. મતગણતરી દરમિયાન થયેલા હંગામાને કારણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેના કારણે અંદાજે ₹6થી ₹7 લાખનો ખર્ચ થયો હતો.

ભરતી સહિતના તમામ મુદ્દે તપાસ કે કાયદાકીય કાર્યવાહી થશે તો તેમાં સંપૂર્ણ સહકાર આપવામાં આવશે અને કોર્ટના દરેક આદેશનું પાલન કરવામાં આવશે. સાથે જ સમાજમાં દુષ્પ્રચાર ન ફેલાવવા અને બેંકના વહીવટને નિષ્પક્ષ રીતે ચાલવા દેવાની અપીલ પણ કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande