ભાવનગર ઝોનની નગરપાલિકાઓ માટે ઘન કચરા વ્યવસ્થાપન અંગે પ્રાદેશિક સ્તરીય તાલીમ વર્કશોપ યોજાયો
ભાવનગર, 23 જુલાઈ (હિ.સ.) : ભાવનગર, અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની નગરપાલિકાઓમાં ઘન કચરા વ્યવસ્થાપનને વધુ અસરકારક બનાવવા માટે અમરેલીના દિલીપ સંઘાણી સાંસ્કૃતિક હોલ ખાતે પ્રાદેશિક સ્તરીય એક દિવસીય તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્
વર્કશોપ યોજાયો


ભાવનગર, 23 જુલાઈ (હિ.સ.) : ભાવનગર, અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની નગરપાલિકાઓમાં ઘન કચરા વ્યવસ્થાપનને વધુ અસરકારક બનાવવા માટે અમરેલીના દિલીપ સંઘાણી સાંસ્કૃતિક હોલ ખાતે પ્રાદેશિક સ્તરીય એક દિવસીય તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ, ભાવનગર ઝોન દ્વારા આયોજિત આ વર્કશોપમાં પ્રાદેશિક કમિશ્નર સુનીલ (IAS) અને અધિક કલેક્ટર ડી. એન. સતાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

નામદાર સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો અને ઘન કચરા વ્યવસ્થાપન નિયમો-2026 (SWM Rules-2026)ના અસરકારક અમલીકરણને ધ્યાનમાં રાખીને યોજાયેલા આ કાર્યક્રમમાં ચારેય જિલ્લાઓની વિવિધ નગરપાલિકાઓના પ્રમુખો, ચીફ ઓફિસરો, સિટી મેનેજરો (SWM અને IT), સેનેટરી ઇન્સ્પેક્ટરો તથા ઝોનલ મેનેજરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

વર્કશોપ દરમિયાન ગુજરાત એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (GEMI)ના ડી.ઈ.ઈ. પરેશ ચાવડાએ ઘન કચરા વ્યવસ્થાપન નિયમો હેઠળ ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભૂમિકા, બલ્ક વેસ્ટ જનરેટરની જવાબદારીઓ, EBWGR પ્રમાણપત્ર અને CPCB પોર્ટલ પર સમયસર થતી કામગીરી અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું. ત્યારબાદ ડૉ. સુનીત ડબકેએ કચરાના ચાર પ્રકારમાં વર્ગીકરણ, બલ્ક વેસ્ટ જનરેટરની નોંધણી, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની જવાબદારીઓ તથા સુપ્રીમ કોર્ટના આદેશોના પાલન અંગે માહિતી આપી હતી.

કાર્યક્રમના અંતે સુરતના નિરજ મીઠાણીએ ડમ્પ સાઇટની ઓળખ, જૂના ડમ્પ કચરાના વૈજ્ઞાનિક નિકાલ અને વ્યવસ્થાપન અંગે ટેકનિકલ માર્ગદર્શન આપ્યું. આ વર્કશોપ દ્વારા નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓને ઘન કચરાના વૈજ્ઞાનિક સંચાલન, કાયદાકીય જોગવાઈઓના પાલન અને પર્યાવરણ સુરક્ષા માટે જરૂરી માર્ગદર્શન મળ્યું, જે શહેરોને વધુ સ્વચ્છ અને ટકાઉ બનાવવા માટે ઉપયોગી સાબિત થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande