અંકલેશ્વરમાં 6 ઇંચથી વધુ ખાબકેલા વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય
- નગરપાલિકા દ્વારા અસરગ્રસ્તો માટે ખીચડીના ફૂડ પેકેટની વ્યવસ્થા કરાઈ હતી ભરૂચ, 23 જુલાઈ (હિ.સ.) : અંકલેશ્વર શહેરમાં આજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ટૂંક સમયમાં જ 6 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ
અંકલેશ્વરમાં 6 ઇંચથી વધુ ખાબકેલા વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય

અંકલેશ્વરમાં 6 ઇંચથી વધુ ખાબકેલા વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય

અંકલેશ્વરમાં 6 ઇંચથી વધુ ખાબકેલા વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય

અંકલેશ્વરમાં 6 ઇંચથી વધુ ખાબકેલા વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય

અંકલેશ્વરમાં 6 ઇંચથી વધુ ખાબકેલા વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય

- નગરપાલિકા દ્વારા અસરગ્રસ્તો માટે ખીચડીના ફૂડ પેકેટની વ્યવસ્થા કરાઈ હતી

ભરૂચ, 23 જુલાઈ (હિ.સ.) : અંકલેશ્વર શહેરમાં આજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ટૂંક સમયમાં જ 6 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. ભારે વરસાદ વચ્ચે નગરપાલિકા પ્રમુખ જીગ્નેશ અંદાડિયાની સૂચનાથી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. નગરપાલિકાના હોદ્દેદારો અને પાલિકા ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થળ પર પહોંચીને લોકોની સમસ્યાઓ સાંભળવામાં આવી હતી.

પાણી ભરાયેલા વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.મુશ્કેલીના સમયમાં અસરગ્રસ્તોને રાહત પહોંચાડવા માટે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. નીચાણવાળા વિસ્તારોના લોકો માટે ગરમાગરમ ખીચડીના વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.

નગરપાલિકા અને ભાજપના હોદ્દેદારો રહ્યા હતા હાજર.

સ્થળ પર જઈ મદદ કાર્યોનું નિરીક્ષણ કરવા અને લોકો વચ્ચે પહોંચવા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જીગ્નેશ અંદાડિયા પ્રમુખ, અંકલેશ્વર નગરપાલિકા, રાહુલ વામજા ચેરમેન, કારોબારી સમિતિ,ધર્મેન્દ્ર પુષ્કર્ણા પ્રમુખ, શહેર ભાજપ, નરેન્દ્ર પટેલ નેતા, શાસક પક્ષ અને નગરપાલિકાના સાથી સભ્યો અને ભાજપના કાર્યકર્તાઓ નગરપાલિકા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી નિકાલની કામગીરી પણ ઝડપથી હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ

 rajesh pande