વડોદરાની SSG હોસ્પિટલ હવે ‘બલ્ક વેસ્ટ જનરેટર’ કેટેગરીમાં, કચરાનું પ્રોસેસિંગ હવે હોસ્પિટલ જ કરશે
વડોદરા , 23 જુલાઈ (હિ.સ.) મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ તરીકે ઓળખાતી વડોદરાની સયાજી હોસ્પિટલ હવે ‘બલ્ક વેસ્ટ જનરેટર’ કેટેગરીમાં સામેલ થઈ છે. સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર હવે હોસ્પિટલમાંથી નીકળતો કચરો વડોદરા મહાનગરપાલિકા નહીં, પરંતુ
હોસ્પિટલ


હોસ્પિટલ


વડોદરા , 23 જુલાઈ (હિ.સ.) મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ તરીકે ઓળખાતી વડોદરાની સયાજી હોસ્પિટલ હવે ‘બલ્ક વેસ્ટ જનરેટર’ કેટેગરીમાં સામેલ થઈ છે. સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર હવે હોસ્પિટલમાંથી નીકળતો કચરો વડોદરા મહાનગરપાલિકા નહીં, પરંતુ હોસ્પિટલ દ્વારા જ પ્રોસેસ કરવામાં આવશે. આ અંગે માર્ગદર્શન આપવા પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે આજે SSG હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

વડોદરાની *સયાજી હોસ્પિટલ (SSG)*માં દરરોજ હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોવાથી, અહીંથી મોટા પ્રમાણમાં કચરો ઉત્પન્ન થાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હોસ્પિટલને હવે ‘બલ્ક વેસ્ટ જનરેટર’ તરીકે નોંધવામાં આવી છે.

આ અંગેની પ્રક્રિયા અને નોંધણી અંગે માર્ગદર્શન આપવા માટે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે આજે હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

અધિકારીઓના જણાવ્યા મુજબ, સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર મોટા પ્રમાણમાં કચરો ઉત્પન્ન કરતી સંસ્થાઓએ પોતાનો કચરો જાતે જ પ્રોસેસ કરવાનો રહેશે. SSG હોસ્પિટલમાં બેડની સંખ્યા અને દર્દીઓની અવરજવરને ધ્યાનમાં રાખીને આ નિયમ હવે અહીં પણ અમલમાં આવશે.

આ નિર્ણય બાદ હોસ્પિટલમાંથી નીકળતા કચરાના નિકાલ અને પ્રોસેસિંગની સંપૂર્ણ જવાબદારી હોસ્પિટલ તંત્રની રહેશે, જ્યારે મહાનગરપાલિકા જરૂરી માર્ગદર્શન અને નિયમનાત્મક પ્રક્રિયામાં સહયોગ આપશે.

પાલિકાનું માનવું છે કે, આ વ્યવસ્થાથી હોસ્પિટલમાં સ્વચ્છતા, કચરાના વૈજ્ઞાનિક નિકાલ અને પર્યાવરણ સંરક્ષણને વધુ વેગ મળશે. હવે આગામી સમયમાં હોસ્પિટલ આ પ્રક્રિયાનો અમલ કેવી રીતે કરે છે તેના પર સૌની નજર રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande