પાવીજેતપુરમાં ચાર કલાકમાં બે ઇંચ વરસાદ: ખેતીના પાકને મળ્યું જીવનદાન
છોટાઉદેપુર , 23 જુલાઈ (હિ.સ.) પાવીજેતપુર પંથકમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ ફરી મહેરબાન થઈને સવારે માત્ર ચાર કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસાવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. મળેલી માહિતી અનુસાર, પાવ
વરસાદ


વરસાદ


વરસાદ


છોટાઉદેપુર , 23 જુલાઈ (હિ.સ.) પાવીજેતપુર પંથકમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ ફરી મહેરબાન થઈને સવારે માત્ર ચાર કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસાવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

મળેલી માહિતી અનુસાર, પાવીજેતપુરમાં આજે સવારે ૬ થી ૮ વાગ્યા દરમિયાન ૧૬ એમએમ અને ૮ થી ૧૦ વાગ્યા દરમિયાન ૩૧ એમએમ વરસાદ ખાબક્યો હતો. આમ, માત્ર ચાર કલાકમાં કુલ ૪૭ એમએમ એટલે કે ૨ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અગાઉ પડેલા ૧૭૫ એમએમ વરસાદ સાથે મળીને પાવીજેતપુરમાં કુલ સિઝનનો વરસાદ ૨૨૨ એમએમ પહોંચી ગયો છે.

લાંબા સમયથી વરસાદ ખેંચાતા પાક મુઝાવાના આરે હતો, ત્યારે આ સમયસર વરસાદથી મૃતપાય અવસ્થામાં જઈ રહેલા ખેતીના પાકને નવું જીવનદાન મળ્યું છે.

પાવીજેતપુર ઉપરાંત આસપાસના વિસ્તારોમાં પણ મેઘરાજાની હેલી જોવા મળી છે. સુખી ડેમ વિસ્તારમાં ૧૮ એમએમ સાથે કુલ ૧૬૪ એમએમ અને વડોથ વિસ્તારમાં ૧૩ એમએમ સાથે કુલ ૧૯૦ એમએમ વરસાદ નોંધાયો છે.

હાલ સુખી ડેમની સપાટી ૧૪૫.૭૦ મીટર નોંધાઈ છે. આગામી ૨૩ જુલાઈ સુધી નિયત કરાયેલું રૂલ લેવલ ૧૪૬.૨૪ મીટર જાળવવાનું હોવાથી, હાલ રૂલ લેવલથી માત્ર ૦.૫૪ મીટર જ પાણી બાકી છે. ઉલ્લેખનીય છે કે ડેમની મહત્તમ સપાટી ક્ષમતા ૧૪૭.૮૨ મીટર છે.

આમ, પાવીજેતપુર પંથકમાં ૨૩ જુલાઈ ના રોજ મેઘા ની મહેર થતા વાતાવરણમાં ઠંડક થવા પામી છે તેમજ કિસાનો પણ ખુશ થઈ જવા પામ્યા છે.

પાવીજેતપુર તીનબત્તી ઉપર વરસી રહેલો વરસાદ તસવીર માં નજરે પડે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande