ભારે વરસાદની આગાહીને પગલે વડોદરા તંત્ર એલર્ટ, મેયરે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સમીક્ષા કરી
વડોદરા , 23 જુલાઈ (હિ.સ.) ભારતીય હવામાન વિભાગ દ્વારા વડોદરા માટે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવતા મહાનગરપાલિકા સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. શહેરના મેયર, ડેપ્યુટી મેયર અને પદાધિકારીઓએ સીટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઈને વરસ
મેયર


વડોદરા , 23 જુલાઈ (હિ.સ.)

ભારતીય હવામાન વિભાગ દ્વારા વડોદરા માટે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવતા મહાનગરપાલિકા સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. શહેરના મેયર, ડેપ્યુટી મેયર અને પદાધિકારીઓએ સીટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઈને વરસાદી પરિસ્થિતિ અને તંત્રની તૈયારીઓની સમીક્ષા કરી.

ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ વિભાગોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

શહેરના મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓએ સીટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઈ વરસાદી પરિસ્થિતિ અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી.

આ દરમિયાન શહેરના નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ, ડ્રેનેજ વ્યવસ્થા, પમ્પિંગ સ્ટેશનો, કંટ્રોલ રૂમની કામગીરી તેમજ ફાયર બ્રિગેડ અને ઈમરજન્સી રિસ્પોન્સ ટીમોની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

મહાનગરપાલિકાએ ફાયર બ્રિગેડ, પમ્પિંગ સ્ટેશન અને અન્ય ઈમરજન્સી ટીમોને 24 કલાક સ્ટેન્ડબાય રહેવા સૂચના આપી છે, જેથી કોઈપણ પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.

સાથે જ નાગરિકોને પણ બિનજરૂરી બહાર ન નીકળવા, વરસાદ દરમિયાન સાવચેતી રાખવા અને કોઈપણ ઇમરજન્સી સ્થિતિમાં મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

હાલ શહેરમાં વરસાદી પરિસ્થિતિ પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે અને તમામ વિભાગોને સંકલન સાથે કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande