સંજયનગરમાં ડ્રેનેજનું ગંદુ પાણી ઘરોમાં ઘૂસ્યું, રોગચાળાના ભય વચ્ચે પરિવારો સ્થળાંતર કરવા મજબૂર
વડોદરા , 23 જુલાઈ (હિ.સ.) વડોદરાના અકોટા-જેતલપુર વિસ્તારમાં આવેલા સંજયનગરમાં ડ્રેનેજની ગંભીર સમસ્યાએ સ્થાનિકોનું જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ડ્રેનેજ લાઈન ઉભરાતાં ગંદુ પાણી સીધું ઘરોમાં ઘૂસી ગયું છે. ગંદકી અને દુર્ગંધ વચ્ચે લોકોમાં રોગચાળાનો ભય
ગંદુ પાણી ઘરમાં


ગંદુ પાણી ઘરમાં


ગંદુ પાણી ઘરમાં


વડોદરા , 23 જુલાઈ (હિ.સ.) વડોદરાના અકોટા-જેતલપુર વિસ્તારમાં આવેલા સંજયનગરમાં ડ્રેનેજની ગંભીર સમસ્યાએ સ્થાનિકોનું જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ડ્રેનેજ લાઈન ઉભરાતાં ગંદુ પાણી સીધું ઘરોમાં ઘૂસી ગયું છે. ગંદકી અને દુર્ગંધ વચ્ચે લોકોમાં રોગચાળાનો ભય ફેલાયો છે, જ્યારે અનેક પરિવારો પોતાનો સામાન લઈને સુરક્ષિત સ્થળે જવા મજબૂર બન્યા છે.

વડોદરા શહેરના અકોટા-જેતલપુર વિસ્તારમાં આવેલી દિનેશ મિલ નજીકના સંજયનગરમાં ડ્રેનેજ લાઈનો ઉભરાતાં ગંભીર સ્થિતિ સર્જાઈ છે.

ડ્રેનેજનું ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી ઘરોની અંદર ઘૂસી જતાં લોકોના દૈનિક જીવન પર સીધી અસર પડી છે. ઘરોમાં પાણી ભરાવાને કારણે ઘરવખરી અને કિંમતી સામાનને પણ ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

ગંદકીના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ વચ્ચે અનેક પરિવારો પોતાના બાળકો અને સામાન સાથે સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે.

સ્થાનિકોએ પાલિકા તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કરતાં આક્ષેપ કર્યો છે કે વારંવાર રજૂઆત છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. દર વખતે વરસાદ પડતાં આવી જ પરિસ્થિતિ સર્જાતી હોવાનો દાવો પણ સ્થાનિકોએ કર્યો છે.

રહીશોની માંગ છે કે યુદ્ધના ધોરણે ડ્રેનેજનું ગંદુ પાણી બહાર કાઢવામાં આવે, અસરગ્રસ્ત વિસ્તારમાં સફાઈ અને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તેમજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે, જેથી લોકોને આવી હાલાકીમાંથી મુક્તિ મળી શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande