જામનગરમાં ભાડાનું મકાન ખાલી કરાવવા મામલે મહિલા પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી
જામનગર, 23 જુલાઈ (હિ.સ.) : જામનગર શહેરમાં ભાડાના મકાનને ખાલી કરાવવાના મુદ્દે થયેલો વિવાદ મારામારી સુધી પહોંચ્યો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. લાલવાડી આવાસ ખાતે રહેતી તસલીમબેન હુશેનભાઈ શેખે મકાનમાલિક હુશેનભાઈ સમા, તેની બહેન યાસ્મીનબેન તથા એક અ
ફરિયાદ


જામનગર, 23 જુલાઈ (હિ.સ.) :

જામનગર શહેરમાં ભાડાના મકાનને ખાલી કરાવવાના મુદ્દે થયેલો વિવાદ મારામારી સુધી પહોંચ્યો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. લાલવાડી આવાસ ખાતે રહેતી તસલીમબેન હુશેનભાઈ શેખે મકાનમાલિક હુશેનભાઈ સમા, તેની બહેન યાસ્મીનબેન તથા એક અજાણી મહિલા સામે મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, ફરિયાદી અને તેમના પતિએ આશરે એક મહિના પહેલાં હુશેનભાઈ સમાનું મકાન માસિક રૂ. 2,500ના ભાડે રાખ્યું હતું. તા. 18 જુલાઈએ હુશેનભાઈ અને તેની બહેન યાસ્મીનબેન ઘરે આવી મકાન વેચાઈ ગયું હોવાનું કહી તાત્કાલિક મકાન ખાલી કરવા જણાવ્યું હતું. ફરિયાદી દ્વારા પતિ ઘરે આવ્યા બાદ મકાન ખાલી કરવાની વાત કરતાં બંનેએ તરત જ મકાન ખાલી કરવાની જીદ રાખી હતી.

ત્યારબાદ તા. 20 જુલાઈએ હુશેનભાઈ, યાસ્મીનબેન અને એક અજાણી મહિલા ફરી ફરિયાદીના ઘરે આવ્યા હતા. તે સમયે બોલાચાલી બાદ હુશેનભાઈએ ફરિયાદીને ઝાપટ મારી હતી, જ્યારે યાસ્મીનબેન અને અજાણી મહિલાએ જપાજપી કરી ઢીકાપાટુનો માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે યાસ્મીનબેને મકાન ખાલી નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

મારપીટમાં ઇજા થતાં ફરિયાદીને જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. સમગ્ર બનાવ અંગે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande