કરજણ નદી ઉપરવાસમાં ભારે વરસાદને લઈ બે કાંઠે વહેતી જોવા મળી
- કરજણ નદી ઉપર આવેલ ઘાણીખૂંટ ગામે ધારીયાધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું ભરૂચ, 23 જુલાઈ (હિ.સ.) : ભારે વરસાદથી ઘાણીખૂંટ ગામે કરજણ નદી બે કાંઠે વહેતી થઈ છે. ધાણીખૂંટ ગામે ધારીયાધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. સહેલાણીઓમાં ઉત્સાહનું વાતાવરણ સર્જા
કરજણ નદીના ઉપરવાસમાં ભારે વરસાદને લઈ બે કાંઠે વહેતી જોવા મળ્યું


કરજણ નદીના ઉપરવાસમાં ભારે વરસાદને લઈ બે કાંઠે વહેતી જોવા મળ્યું


- કરજણ નદી ઉપર આવેલ ઘાણીખૂંટ ગામે ધારીયાધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું

ભરૂચ, 23 જુલાઈ (હિ.સ.) : ભારે વરસાદથી ઘાણીખૂંટ ગામે કરજણ નદી બે કાંઠે વહેતી થઈ છે. ધાણીખૂંટ ગામે ધારીયાધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. સહેલાણીઓમાં ઉત્સાહનું વાતાવરણ સર્જાયું છે.

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે કરજણ નદી બે કાંઠે વહેતી થતાં પંથકના નદી-નાળાં અને ધોધ જીવંત બન્યા છે. ધાણીખૂંટ ગામે આવેલો પ્રખ્યાત ધારીયાધોધ તેના રૌદ્ર અને ભવ્ય સ્વરૂપમાં ખીલી ઊઠતાં સ્થાનિકો તેમજ પર્યટકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

કરજણ નદી બે કાંઠે વહેતી થઈ છે ત્યારે ઉમરપાડા ,કેવડી વિસ્તારમાં ઉપરવાસમાં સર્જાયેલા ભારે વરસાદી વાતાવરણને કારણે કરજણ નદીમાં પાણીની આવકમાં મોટો વધારો થયો છે, જેના લીધે નદી બંને કાંઠે વહેતી થઈ છે. જેથી કરજણ નદી ઉપર આવેલ ધારીયાધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ધાણીખૂંટ ગામ નજીક આવેલા ધારીયાધોધમાં મનમોહક અને રૌદ્ર પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે, જે કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. પર્યટકો અને ગ્રામજનો માટે આશીર્વાદરૂપ પૂરવાર થાશે .ઉનાળા બાદ ધોધ ફરી સક્રિય થતાં સ્થાનિક ગ્રામજનો અને દુર-દુરથી આવતા પર્યટકો માટે આ નજારો એક આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે.

પ્રવાસન વિકાસની પ્રબળ માંગ ઘણા સમયથી ઉઠી રહી છે. ધાણીખૂંટ ગામના ધારીયાધોધને એક મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે પ્રવાસન વિભાગ દ્વારા તાત્કાલિક યોગ્ય પગલાં અને સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande