પાટણ જિલ્લાના રાધનપુરમાં 9 અને સાંતલપુરમાં 6.6 ઇંચ વરસાદ, જનજીવન ઠપ
પાટણ, 24 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુર તાલુકામાં સવારે 6થી બપોરે 12 વાગ્યા દરમિયાન માત્ર 6 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાધનપુરમાં 9 ઇંચ અને સાંતલપુરમાં 6.6 ઇંચ વરસાદ નોંધાતા બંને તાલુકામાં જનજીવન વ્યાપક રીતે પ્રભાવિત થયું
પાટણ જિલ્લાના રાધનપુરમાં 9 અને સાંતલપુરમાં 6.6 ઇંચ વરસાદ, જનજીવન ઠપ


પાટણ જિલ્લાના રાધનપુરમાં 9 અને સાંતલપુરમાં 6.6 ઇંચ વરસાદ, જનજીવન ઠપ


પાટણ જિલ્લાના રાધનપુરમાં 9 અને સાંતલપુરમાં 6.6 ઇંચ વરસાદ, જનજીવન ઠપ


પાટણ, 24 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુર તાલુકામાં સવારે 6થી બપોરે 12 વાગ્યા દરમિયાન માત્ર 6 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાધનપુરમાં 9 ઇંચ અને સાંતલપુરમાં 6.6 ઇંચ વરસાદ નોંધાતા બંને તાલુકામાં જનજીવન વ્યાપક રીતે પ્રભાવિત થયું હતું.

રાધનપુરમાં મસાલી રોડ, રવિધામ સહિત અનેક સોસાયટીઓ અને ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં લોકોની ઘરવખરીને નુકસાન થયું હતું. ગટરનું કામ અધૂરું હોવાના કારણે પાણીનો નિકાલ ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો.

સાંતલપુરના વારાહી પંથકમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. તળાવો અને ચેકડેમમાં નવા પાણીની આવક થતાં ખરીફ પાક માટે આશા જાગી છે, જોકે નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાવાથી તાજેતરના વાવેતરને નુકસાનની ભીતિ પણ વ્યક્ત થઈ રહી છે.

સાંતલપુરમાં હાઇવે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. બરારા ગામમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે બરારા-દાત્રાણા માર્ગ પાણીમાં ગરકાવ થતાં સંપર્ક તૂટી ગયો હતો. સ્થાનિક તંત્ર અને જનપ્રતિનિધિઓએ અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande