ભારે વરસાદની આગાહી વચ્ચે નાયબ કલેક્ટર ડો. મેહુલકુમાર પાંડોરે DEOC-બોટાદની રાત્રિ મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી
બોટાદ, 24 જુલાઈ (હિ.સ.)ભારત હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને બોટાદ જિલ્લા તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે. આ અનુસંધાને નાયબ કલેક્ટર-૧ ડો. મેહુલકુમાર પાંડોરે રાત્રે અંદાજે ૧૦:૫૦ કલાકે જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર
સમીક્ષા કરતા નાયબ કલેક્ટર


બોટાદ, 24 જુલાઈ (હિ.સ.)ભારત હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને બોટાદ જિલ્લા તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે. આ અનુસંધાને નાયબ કલેક્ટર-૧ ડો. મેહુલકુમાર પાંડોરે રાત્રે અંદાજે ૧૦:૫૦ કલાકે જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOC), બોટાદની મુલાકાત લઈ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

મુલાકાત દરમિયાન તેમણે જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા વરસાદ, સંભવિત નુકસાન, નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ તેમજ રાહત અને બચાવ કામગીરી અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. ભારે વરસાદને પગલે કોઈપણ પ્રકારની આપત્તિજનક સ્થિતિ સર્જાય તો તાત્કાલિક અને અસરકારક પ્રતિસાદ આપી શકાય તે માટે તમામ જરૂરી પૂર્વ તૈયારીઓ સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

નાયબ કલેક્ટર ડો. પાંડોરે જિલ્લાના તમામ તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ સાથે ટેલિફોનિક સંપર્ક કરીને ત્યાંની કામગીરીની પણ સમીક્ષા કરી હતી. તમામ કંટ્રોલ રૂમ કાર્યરત હોવાનું તેમજ જરૂરી અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ પર હાજર હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે તાલુકા કક્ષાના અધિકારીઓને સતત મોનિટરિંગ રાખવા, સંવેદનશીલ વિસ્તારો પર ખાસ નજર રાખવા અને જરૂરિયાત મુજબ તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી હતી.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને પણ ભારે વરસાદ દરમિયાન સાવચેતી રાખવા, નદી-નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ કોઈપણ પ્રકારની આપત્તિ કે મુશ્કેલી સર્જાય તો તાત્કાલિક જિલ્લા અથવા તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. જિલ્લા તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ તમામ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande