
ભાવનગર 24 જુલાઈ (હિ.સ.) ભાવનગર ડિવિઝનમાં ભારે વરસાદ, પાણી ભરાવા તથા ઓપરેશનલ કારણોસર ભાવનગર ડિવિઝન સંબંધિત નીચે મુજબની ટ્રેનોને અસર થઈ છે:
*સંપૂર્ણપણે રદ ટ્રેનો:*
1) ટ્રેન નંબર 19015 દાદર–પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, જે 26 જુલાઈ 2026 ના રોજ પોતાના નિર્ધારિત સમયે ઉપડવાની હતી, તે સંપૂર્ણપણે રદ રહેશે.
*આંશિક રીતે રદ ટ્રેનો:*
1) ટ્રેન નંબર 19120 વેરાવળ–ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ, જે 24 જુલાઈ 2026 ના રોજ પોતાના નિર્ધારિત સમયે ઉપડવાની હતી, તે સુરેન્દ્રનગર જંક્શન અને ગાંધીનગર કેપિટલ વચ્ચે અંશતઃ રદ રહેશે.
2) ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ–વેરાવળ એક્સપ્રેસ, જે 25 જુલાઈ 2026 ના રોજ પોતાના નિર્ધારિત સમયે ઉપડવાની હતી, તે ગાંધીનગર કેપિટલ અને સુરેન્દ્રનગર જંક્શન વચ્ચે અંશતઃ રદ રહેશે.
આ બન્ને ટ્રેનોં વેરાવલ અને સુરેન્દ્રનગર જંક્શન વચ્ચ ચાલશે.
*ડાયવર્ટ કરેલા માર્ગે ચાલનારી ટ્રેનો:*
1) ટ્રેન નંબર 11463 વેરાવળ–જબલપુર એક્સપ્રેસ, જે 24 જુલાઈ 2026 ના રોજ પોતાના નિર્ધારિત સમયે ઉપડવાની હતી, તે વિરમગામ જંક્શન – કટોસણ રોડ – કલોલ – અમદાવાદ થઈને બદલાયેલા માર્ગે ચલાવવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ