મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અતિવૃષ્ટિગ્રસ્ત બોપલ વિસ્તારની મુલાકાત લીધી
અમદાવાદ, 24 જુલાઈ (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે અતિવૃષ્ટિગ્રસ્ત બોપલ વિસ્તારની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીની આ મુલાકાતમાં કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ તથા અમદાવાદ શહેરના મેયર હિતેશભાઈ બારોટ પણ જોડાયા હતા. ભારે વરસાદને કાર
મુખ્યમંત્રી


અમદાવાદ, 24 જુલાઈ (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે અતિવૃષ્ટિગ્રસ્ત બોપલ વિસ્તારની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીની આ મુલાકાતમાં કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ તથા અમદાવાદ શહેરના મેયર હિતેશભાઈ બારોટ પણ જોડાયા હતા.

ભારે વરસાદને કારણે બોપલ વિસ્તારમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ પોતે પાણીમાં ઊતરીને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ કર્યો હતો.

મુખ્યમંત્રીએ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, અમદાવાદના મેયર હિતેશ બારોટ તેમજ મુખ્યમંત્રના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ એમ. થેન્નારસન, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની તેમજ પોલીસ કમિશનર અનુપસિંહ ગહલોત સહિતના વરિષ્ઠ અધિકારઓ સાથે સ્થળ પર જ મુલાકાત કરીને વરસાદી પાણીના નિકાલ, રાહત તથા બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી.

મુખ્યમંત્રીએ રાહત અને બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવા તેમજ જરૂરી માનવબળ, સાધનો અને વ્યવસ્થાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા અધિકારીઓને સ્થળ પર જ સૂચનાઓ આપી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande