મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના આંબલી અને ઘુમા સહિતના ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની લીધી મુલાકાત
અમદાવાદ, 24 જુલાઈ (હિ.સ.) : આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના આંબલી અને ઘુમા સહિતના ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ મહાનગરપાલિકા, પોલીસ સહિતના વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં મંત્રી ઋ
સમીક્ષા બેઠક


અમદાવાદ, 24 જુલાઈ (હિ.સ.) : આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના આંબલી અને ઘુમા સહિતના ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ મહાનગરપાલિકા, પોલીસ સહિતના વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં મંત્રી ઋષિકેશ પટેલ, અમદાવાદ શહેર મેયર હિતેશ બારોટ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછા નિધિ પાની , સહિતના ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીએ શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તેમજ વરસાદના કારણે નાગરિકોને પડતી મુશ્કેલીઓ નિવારવા અને કોઈ પણ સોસાયટીમાં પાણી ભરાયેલાં ન રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીને ભારે વરસાદને કારણે પાણી ભરાવા,વૃક્ષો પડવા, રોડ સેટલમેન્ટ સહિતની ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવામાં આવી રહ્યાની વિગતો અપાઈ. વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો સત્વરે ઉકેલ લાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવા અને રાહત કામગીરી ઝડપી બનાવવા જરૂરી સૂચનાઓ આપી. વરસાદ બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્વચ્છતા અને આરોગ્ય વિષયક કામગીરીને પ્રાધાન્ય આપવા જણાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande