
ગીર સોમનાથ, 24 જુલાઈ (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની આગાહી અને પ્રવર્તમાન હવામાનને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
હવામાન વિભાગની આગાહીના આધારે વહીવટી તંત્ર દ્વારા વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખી એલર્ટ હોવાથી ભૂલકાઓની સુરક્ષા હેતુસર શુક્રવાર અને શનિવારે ગીર સોમનાથ જિલ્લામાં આંગણવાડી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
ભૂલકાઓ અને નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રએ સલામતીના પગલા રૂપે આ મહત્વનો નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, જામનગર, સાબરકાંઠા, વડોદરા, આણંદ, અમદાવાદ, બનાસકાંઠા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ