સોમનાથનું હરિહરવન વૃક્ષાલય ઊંઘે લટકતાં ચામાચીડિયાનું નગર બન્યું
ગીર સોમનાથ, 24 જુલાઈ (હિ.સ.) સોમનાથના નૂતન રામમંદિર પાસે આવેલ સોમનાથ ટ્રસ્ટ સંચાલિત હરિહરવનના પ્રવેશદ્વાર પાસેથી શરૂના ઊંચા વૃક્ષોની કતારોમાં હજારો ચામાચીડિયાઓએ સોમનાથ દાદાના સાનિધ્યમાં પોતાના સમુહ વસવાટથી એક અલૌકિક નગરી બનાવી છે. તળપદી ભાષામાં આ
સોમનાથનું હરિહરવન  વૃક્ષાલય ઊંઘે લટકતાં ચામાચીડિયાનું નગર


ગીર સોમનાથ, 24 જુલાઈ (હિ.સ.) સોમનાથના નૂતન રામમંદિર પાસે આવેલ સોમનાથ ટ્રસ્ટ સંચાલિત હરિહરવનના પ્રવેશદ્વાર પાસેથી શરૂના ઊંચા વૃક્ષોની કતારોમાં હજારો ચામાચીડિયાઓએ સોમનાથ દાદાના સાનિધ્યમાં પોતાના સમુહ વસવાટથી એક અલૌકિક નગરી બનાવી છે.

તળપદી ભાષામાં આ ચામાચીડિયાને લોકોના વડવાગડા પણ કહે છે જે સસ્તન વગૅનું પ્રાણી છે જેની લંબાઈ આશરે ત્રણ થી છ ઇંચ અને ફેલાયેલી પાંખ સાથે 8 થી 16 ઇંચ હોય છે તેની પાંખના હાડકાં મનુષ્યના હાથમાં રહેલા પંજાના અસ્થિ જેવા હોય છે તેમાં આંગળીઓ પણ જોડાયેલી હોય છે. કેટલાક ચામાચીડિયા શાકાહારી પણ હોય છે જે ફળો, ફૂલોનો રસ વિગેરે રાત્રીના સમયે હેલિકોપ્ટર કે ડ્રોનની જેમ ધૂમી ધૂમી ખોરાક મેળવે છે બધાય વડવાગડા દિવસે જોઈ શકાતા નથી પણ તેની આંખો રાત્રિના ઓછા પ્રકાશમાં પણ જોઈ શકે છે તેનું મોઢું મીંદડી જેવું હોય છે સૌથી મોટી તેની વિશેષતા એ છે કે દિવસભર તે ઊંચા ઝાડ ઉપર ઊંધે માથે લટકતાં રહે છે અને તેના પગના નહોરા તીણા અને એવા મજબૂત પકડવાળા હોય છે કે તેની મદદથી તે ઝાડ ઉપર સલામત રીતે લટકે છે જેવો સૂર્યાસ્ત થાય કે તુરંતજ તેઓ સમુહમાં નાજુકડા વિમાનની જેમ ઉડતાં ઉડતાં ખોરાકની શોધમાં નીકળી પડે છે અને સવારે બધા પાછા ફરે છે તેના પાછલા પગ ટૂંકા હોવાથી જમીન ઉપર તે દોડી શકતું નથી ચામાચીડિયા માનવ વસ્તી કે ગામડાના સાનિધ્યમાં રહેવાનું પસંદ કરે છે તેને જામફળ, ટેટા, બોર બહુ ભાવે છે વડવાગડા જીવડા ,માછલી, ઉંદર પણ ખાય છે વાડીમાંથી પરાગરજ અને બીજનો ફેલાવો કરવામાં તે મદદરૂપ નિવડે છે સોમનાથ આવતા યાત્રિક - પ્રવાસીઓ સાંજના છ થી સાડા સાત વાગ્યા સુધી વૃક્ષો ઉપરથી ખોરાક સફરે ઝૂંડના ઝુંડ ઉડતાં વડવાગડાના નયનરમ્ય દ્રશ્યો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરે છે.

કુદરતે એમાં એક એવી શક્તિ મૂકી છે કે તે ગંધની સુગંધથી કે પ્રકાશગ્રાહી અંગોની મદદથી માર્ગ આક્રમણ કરે છે અને શિકાર કે ખોરાક કઈ દિશામાં ઉડે છે અને કેટલે અંતરે છે તેનો ખ્યાલ મેળવે છે વૃક્ષ ઉપર નર અને માદા અલગ અલગ રહે છે પણ ફક્ત પ્રજનનના કાળમાં એકત્ર થાય છે તેઓ ખોરાક માટે ગાઢ જંગલ, તળાવ અને બગીચાઓમાં જઈ પેટ ભરે છે ચામાચીડિયાનો ચહેરો, અવાજ અને ઉડાન ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને ડરામણો લાગે છે એથી જ તો હિન્દી ભયાવહ અને રહસ્યમય ફિલ્મોમાં ચામાટીડીયાનો માળો અને અવર-જવર સાથે ડરામણો આવાજ ઉમેરી ફિલ્મો બનાવે છે તેના શરીર ઉપરથી રુંવાટી કાળી કે ભુરી હોય છે કુદરતે તેના પગની નસો એવી રીતે ગોઠવી છે કે તેનું વજન તેમને પંજાને ઝાડ ડાળીને મજબૂત રીતે પકડવામાં મદદ કરે છે ઊંધે માથે લટકતાં અને માત્ર રાત્રે જ જોઈ શકતાં અને ખોરાકની શોધમાં નીકળતાં વડવાગડા જેવું એક કુદરતીકળા નિરખવા જેવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande