
ગીર સોમનાથ 24 જુલાઈ (હિ.સ.) પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરીકોના વાહનો તેમજ ચીજ વસ્તુઓ ગુમ/ચોરી થયેથી જરૂરે પડયે તાત્કાલીક પોલીસ મદદ મળવા સુચના કરેલ હોય જે અનુસંધાને, ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓના માર્ગદર્શન હેઠળ અરજદાર નિલેશભાઇ અશોકભાઇ ગઢીયા જી.ગીર સોમનાથ વાળાએ અરજી મારફતે રજુઆત કરેલ કે પોતાના ઘરની સામે ફળીયામા પોતાની હીરો કંપનીની કાળા કલરની એસ.પી શાઇન મો.સા રજી નંબર.જી.જે.૩૨.એ. એચ.૧૯૩૨ કી.રૂ.૫૦,૦૦૦/- વાળુ મો.સા. ગુમ/ચોરી થયેલ તેમજ અરજદાર નં. (૨) દીપકભાઈ ગુલાબભાઈ પવાર જી.જુનાગઢ વાળાએ પો.સ્ટે. આવી રજુઆત કરેલ કે, પોતાની સપ્લેન્ડર મો.સા. રજી નંબર GJ-11-55-3048 કી.રૂ.૨૦,૦૦૦/- વાળી રેલ્વે સ્ટેશન ના પાર્કીંગ કરેલ મો.સા. ગુમ /ચોરી થયેલ હોવા બાબતે બન્ને અરજદારએ રજુઆત કરતા રજુઆતને ધ્યાને લઇ સદર મો.સા શોધી આપવા સુચના કરતા પ્રભાસ પાટણ સર્વલન્સ સ્ટાફની ટીમ એ અલગ-અલગ જગ્યાની વિઝીટ કરી અલગ-અલગ જગ્યાના સી.સી.ટી.વી ચેક કરી તેમજ હ્યુમન સોર્સીસ તથા ટેક્નીકલ સર્વેલન્સ આધારે અરજદારની મો.સાઓ શોધી કાઢી જે તે સ્થિતીમાં મુળ માલીકને પરત સોંપી આપી
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ