તાલાલાના ચિત્રાવડમાં વૃધ્ધાના ઘરમાં તસ્કરી કરનાર ત્રણ તસ્કરો ઝડપાયા
ગીર સોમનાથ 24 જુલાઈ (હિ.સ.) તાલાલા તાલુકાનાં ચિત્રાવડ ગીર ગામે એકલા રહેતા વૃદ્ધા મકાનનો દરવાજો બંધ કરવાનું ભૂલી જઈ રાત્રે સુઈ જતા અજાણ્યા શખ્સો રાત્રીના 3:30 વાગ્યા આસપાસ ઘરમાં ઘૂસી કબાટની તિજોરીમાં રાખેલ સોનાના દાગીના તથા રોકડ રકમ ચોરી કરી ગયાની જ
તાલાલાના ચિત્રાવડમાં વૃધ્ધાના ઘરમાં તસ્કરી કરનાર ત્રણ તસ્કરો ઝડપાયા


ગીર સોમનાથ 24 જુલાઈ (હિ.સ.) તાલાલા તાલુકાનાં ચિત્રાવડ ગીર ગામે એકલા રહેતા વૃદ્ધા મકાનનો દરવાજો બંધ કરવાનું ભૂલી જઈ રાત્રે સુઈ જતા અજાણ્યા શખ્સો રાત્રીના 3:30 વાગ્યા આસપાસ ઘરમાં ઘૂસી કબાટની તિજોરીમાં રાખેલ સોનાના દાગીના તથા રોકડ રકમ ચોરી કરી ગયાની જુબેદાબેન કાસમભાઈ જારીયા ઉ.વ.૭૨ રે.ચિત્રાવડ ગીર વાળાએ તાલાલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

તપાસ દરમ્યાન તાલાલા પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઈ વાળા ને મળેલ બાતમીના આધારે તપાસ કરતા તાલાલા રેલ્વે સ્ટેશન રોડ ઉપરથી

સમીર ઈસુબ પરમાર ઉર્ફે.ટીની,જગદીશ ચંદુ ગોહિલ ઉર્ફે. બુમરાહ,અસ્લમ હનીફ બ્લોચ ઉર્ફે. અટુ રે., ત્રણેય ચિત્રાવડ ગીર વાળાને ઝડપી લીધા હતાં.પુછપરછ દરમ્યાન ત્રણેય શખ્સોએ ચોરીની કબૂલાત આપતાં પોલીસે રૂ.૬ લાખ ૯૦હજાર ૮૪૦ નો મુદ્દામાલ રીકવર કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande