ગીર સોમનાથ સુત્રાપાડા તાલુકાના વાવડી મૂકામે ડો.ભીમરાવ આંબેડકર ભવનનું લોકોપર્ણ કરવામાં આવ્યું
ગીર સોમનાથ, 24 જુલાઈ (હિ.સ.) : સુત્રાપાડા તાલુકાના વાવડી ગામમાં ડોક્ટર ભીમરાવ આંબેડકર ભવનના રિનોવેશનનું કામ રુ. 1,60,000 તમામ કામ અમર શહીદ ધાનાભાઈ માંડાભાઈ બારડ પરિવાર વતી તાલાલા પંથકના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ પોતાના સ્વખર્ચે
સુત્રાપાડા તાલુકાના વાવડી મૂકામે


ગીર સોમનાથ, 24 જુલાઈ (હિ.સ.) : સુત્રાપાડા તાલુકાના વાવડી ગામમાં ડોક્ટર ભીમરાવ આંબેડકર ભવનના રિનોવેશનનું કામ રુ. 1,60,000 તમામ કામ અમર શહીદ ધાનાભાઈ માંડાભાઈ બારડ પરિવાર વતી તાલાલા પંથકના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ પોતાના સ્વખર્ચે તમામ આંબેડકર ભવનનું કામ કરેલ જેનું આજે લોકોપર્ણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે ભગવાન ભાઈ બારડ તલાલા ભા.જ.પ. ધારાસભ્ય ન્યાયસમિતિ ચેરમેન પ્રતિનિધિ હીરાભાઈ શિક્ષણ સમિતિના ચેરમેન મસરીભાઈ રાઠોડ સુત્રાપાડા તાલુકાના પંચાયત પ્રમુખ ભગવાન ભાઈ જાદવ ગીર સોમનાથ જિલ્લા કિસાન મોરસાના મહામંત્રી પ્રતાપસિંહ બારડ જિલ્લા પંચાયત સદસ્ય નારણ ભાઈ બામણીયા સદસ્ય પારસ ભાઈ ભોળા સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ વિજયભાઈ સોલંકી રામસીભાઈ પંપણીયા કારોબારી ચેરમેન જશુભાઈ સોલંકી ન્યાય સમિતિના ચેરમેન શાંતિ બેન પ્રતિનિધિ સદસ્ય વિજય મોરી સદસ્ય જશુભાઈ વાઢેર પૂર્વ ચેરમેન અરસીભાઈ સરપંચ પ્રવીણ ભાઈ રામ જેઠાભાઈ હરિભાઈ વાળા ગ્રામપંચાયત સદસ્ય આગેવાનો યુવાનો વડીલો આ પ્રસંગે હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande