મહેસાણામાં ભારે વરસાદ વચ્ચે તંત્ર એલર્ટ, કલેક્ટરે ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી
મહેસાણા, 24 જુલાઈ (હિ.સ.) મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ અને નિવાસી અધિક કલેક્ટર મયંક પટેલે જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઈને વરસાદી પરિસ્થિતિની સમી
મહેસાણામાં ભારે વરસાદ વચ્ચે તંત્ર એલર્ટ, કલેક્ટરે ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી


મહેસાણા, 24 જુલાઈ (હિ.સ.) મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ અને નિવાસી અધિક કલેક્ટર મયંક પટેલે જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઈને વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

કલેક્ટરે જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે, કયા વિસ્તારોમાં પાણી ભરાયા છે તેમજ અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે લેવામાં આવેલા આગોતરા પગલાંની પણ સમીક્ષા કરી હતી.

કલેક્ટરે તમામ સંબંધિત વિભાગોને સતત સતર્ક રહી પરિસ્થિતિ પર નજર રાખવા અને જરૂરિયાત મુજબ તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી સંસાધનો અને માનવબળ સ્ટેન્ડબાય રાખવા તેમજ કોઈપણ આપત્તિજનક સ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી ઝડપથી શરૂ કરી શકાય તે માટે તૈયાર રહેવા જણાવ્યું હતું.

જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મારફતે તમામ તાલુકાઓ સાથે સતત સંપર્ક જાળવી પળેપળની માહિતી મેળવવાની પણ સૂચના આપવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોના જાનમાલની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી વરસાદી પરિસ્થિતિ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande