પાટણ જિલ્લામાં ભારે વરસાદની આગાહીએ શનિવારે શાળાઓમાં રજા જાહેર
પાટણ, 24 જુલાઈ (હિ.સ.)હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લામાં શનિવાર, 25 જુલાઈ, 2026ના રોજ તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્
પાટણ જિલ્લામાં ભારે વરસાદની આગાહીએ શનિવારે શાળાઓમાં રજા જાહેર


પાટણ, 24 જુલાઈ (હિ.સ.)હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લામાં શનિવાર, 25 જુલાઈ, 2026ના રોજ તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતીને પ્રાથમિકતા આપતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ શાળાઓના આચાર્યો અને મુખ્ય શિક્ષકોને રજાની જાણ વાલીઓ સુધી સમયસર પહોંચાડવા સૂચના આપવામાં આવી છે.

જોકે, આ રજા માત્ર વિદ્યાર્થીઓ માટે જ લાગુ પડશે. તમામ આચાર્યો, મુખ્ય શિક્ષકો અને શિક્ષકોએ નિયમિત રીતે શાળા ખાતે હાજર રહેવાનું રહેશે અને જરૂરી વહીવટી કામગીરી યથાવત ચાલુ રાખવાની રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande