ગણદેવી તાલુકાના મેંધર ગામમાં ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અસરગ્રસ્ત નાગરિકોને સલામત સ્થળે ખસેડવા એર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું
નવસારી, 24 જુલાઈ (હિ.સ.): ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને પગલે ગણદેવી તાલુકાના મેંધર ગામમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા એર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. નવસારી જિલ્લા વહીવટીતંત્ર, ભા
Navsari


નવસારી, 24 જુલાઈ (હિ.સ.): ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને પગલે ગણદેવી તાલુકાના મેંધર ગામમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા એર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

નવસારી જિલ્લા વહીવટીતંત્ર, ભારતીય કોસ્ટ ગાર્ડ તથા અન્ય સંબંધિત એજન્સીઓના સંકલનથી રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અસરગ્રસ્ત નાગરિકોને સલામત સ્થળે પહોંચાડવાની કામગીરી સાથે જરૂરી રાહત અને સહાય પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે, અફવાઓથી દૂર રહે, વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરે તથા જરૂરિયાત વિના અસરગ્રસ્ત વિસ્તારોમાં જવાનું ટાળે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande