જૂનાગઢ જિલ્લામાં વરસાદી ઋતુમાં આરોગ્ય વિભાગ દ્વારા ૧.૨૪ લાખથી વધુ લોકોનો આરોગ્ય સર્વે, ૭૫ મેડિકલ કેમ્પમાં ૧,૫૨૮ દર્દીઓની તપાસ
જુનાગઢ, 24 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ વર્ષાઋતુને અનુલક્ષીને જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા તમામ તાલુકા અને ગામોમાં સઘન આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલ વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાનો કોઈપણ તાલુકો અસરગ્રસ્ત નથી. જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો
જૂનાગઢ જિલ્લામાં વરસાદી ઋતુમાં આરોગ્ય વિભાગ દ્વારા ૧.૨૪ લાખથી વધુ લોકોનો આરોગ્ય સર્વે, ૭૫ મેડિકલ કેમ્પમાં ૧,૫૨૮ દર્દીઓની તપાસ


જુનાગઢ, 24 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ વર્ષાઋતુને અનુલક્ષીને જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા તમામ તાલુકા અને ગામોમાં સઘન આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલ વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાનો કોઈપણ તાલુકો અસરગ્રસ્ત નથી. જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો એકપણ કેસ નોંધાયેલ નથી. તેમ છતાં ચાંદીપુરા સહિત વરસાદી ઋતુમાં ફેલાતા રોગો અંગે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

જિલ્લાના તમામ તાલુકાઓમાં મેડિકલ ઓફિસર અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા ઓપીડી સેવાઓ નિયમિત રીતે આપવામાં આવી રહી છે. આજે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કુલ ૭૫ મેડિકલ કેમ્પમાં ૧,૫૨૮ દર્દીઓને આરોગ્ય તપાસ અને સારવાર આપવામાં આવી હતી.

આરોગ્ય વિભાગની મેડિકલ તથા પેરા-મેડિકલ ટીમો દ્વારા ઘરે-ઘરે જઈ આરોગ્ય સર્વે કરવામાં આવી રહ્યો છે. આજે ૧,૨૪,૪૩૦ લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે દરમિયાન સામાન્ય તાવના ૩૬૫ દર્દી, ઝાડા-ઉલટીનો ૧ દર્દી તથા શરદી-ખાંસીના ૬૦૪ દર્દીઓ મળી આવ્યા હતા, જેમને જરૂરી પ્રાથમિક સારવાર અને દવાઓ આપવામાં આવી હતી. ઉપરાંત ૮,૪૬૦ ક્લોરીન ટેબ્લેટ અને ૧૦૬ ORS પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પીવાના પાણીની શુદ્ધતા માટે ગ્રામ પંચાયતોને સુપર ક્લોરીનેશન કરવા સૂચના આપવામાં આવી છે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા પાણીમાં ક્લોરીનની માત્રાની નિયમિત ચકાસણી કરવામાં આવી રહી છે તેમજ જરૂરિયાત મુજબ દવા છંટકાવની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.

જિલ્લાના તમામ ગામોમાં તાલુકા આરોગ્ય અધિકારી, મેડિકલ ઓફિસરો અને સુપરવાઈઝરો દ્વારા સતત સુપરવિઝન તેમજ જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ (૦૨૮૫-૨૬૩૩૧૩૧) કાર્યરત રાખવામાં આવ્યો છે, જ્યાંથી સમગ્ર કામગીરીનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

જનજાગૃતિ માટે MPHW, FHW અને ASHA વર્કરો દ્વારા લોકોને સ્વચ્છ અને ક્લોરીનયુક્ત પાણી પીવા, ઝાડા-ઉલટીના કેસોમાં ORS નો ઉપયોગ કરવા, વાસી તથા દૂષિત ખોરાકથી દૂર રહેવા તેમજ કોઈપણ પ્રકારના રોગલક્ષણ જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો.

વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે તમામ ગામોમાં એન્ટી-લાર્વલ અને પેરા-ડોમેસ્ટિક કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પોરાભક્ષક માછલીઓનું વિતરણ તેમજ મચ્છરજન્ય રોગોથી બચાવ અંગે જનજાગૃતિ કામગીરી કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande