સીઈઆઈઆર પોર્ટલનો કમાલ: ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે, 7 ગુમ થયેલા મોબાઇલ શોધી અસલી માલિકોને પરત આપ્યા
કચ્છ, 24 જુલાઈ (હિ.સ.) : પૂર્વ કચ્છમાં પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા તેરા તુજકો અર્પણ અભિયાનને વધુ એક નોંધપાત્ર સફળતા મળી છે. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે આધુનિક ટેકનોલોજી અને સીઈઆઈઆર (સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર) પોર્ટલની અસરકારક મદદથ
તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત મોબાઈલ પરત આપ્યા


તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત મોબાઈલ પરત આપ્યા


તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત મોબાઈલ પરત આપ્યા


તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત મોબાઈલ પરત આપ્યા


કચ્છ, 24 જુલાઈ (હિ.સ.) : પૂર્વ કચ્છમાં પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા તેરા તુજકો અર્પણ અભિયાનને વધુ એક નોંધપાત્ર સફળતા મળી છે. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે આધુનિક ટેકનોલોજી અને સીઈઆઈઆર (સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર) પોર્ટલની અસરકારક મદદથી ગુમ થયેલા સાત કિંમતી મોબાઇલ ફોન શોધી કાઢ્યા છે. ત્યારબાદ સંબંધિત માલિકોનો સંપર્ક કરી તમામ મોબાઇલ તેમને પરત સોંપવામાં આવતા નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તેમજ અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગુમ અથવા ચોરી થયેલા મોબાઇલ સહિતના મુદ્દામાલને શોધી તેના વાસ્તવિક માલિક સુધી પહોંચાડવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ જ અભિયાનના ભાગરૂપે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે સીઈઆઈઆર પોર્ટલ મારફતે સતત ટેક્નિકલ તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન અલગ-અલગ કંપનીના કુલ સાત મોબાઇલ ફોનનું સફળ ટ્રેસિંગ કરવામાં આવ્યું હતું. તેમાં સેમસંગ, વિવો, ઓપ્પો અને લાવા જેવી જાણીતી કંપનીઓના સ્માર્ટફોનનો સમાવેશ થાય છે. તમામ મોબાઇલની અંદાજિત કુલ કિંમત રૂ. 1,27,500 જેટલી થાય છે. ટેક્નિકલ વિશ્લેષણ અને સર્વેલન્સના આધારે મોબાઇલના વર્તમાન લોકેશનની માહિતી મેળવી પોલીસે તે કબ્જે કર્યા બાદ મૂળ માલિકોની ઓળખ કરી તેમને યોગ્ય ચકાસણી પછી પરત સોંપ્યા હતા.

મોબાઇલ પરત મળતા લાભાર્થીઓએ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. સામાન્ય રીતે ગુમ થયેલા મોબાઇલ પાછા મળવાની શક્યતા ઓછી માનવામાં આવતી હોય છે, પરંતુ સીઈઆઈઆર પોર્ટલના અસરકારક ઉપયોગ અને પોલીસની સતત કામગીરીને કારણે આવા કેસોમાં સફળતા મળી રહી છે. આ કામગીરીથી એક તરફ નાગરિકોને રાહત મળી છે તો બીજી તરફ ટેક્નોલોજીના ઉપયોગથી પોલીસિંગ વધુ અસરકારક બની રહી હોવાનું પણ સાબિત થયું છે. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસની આ કામગીરી તેરા તુજકો અર્પણ અભિયાનને વધુ મજબૂત બનાવતી સફળ કામગીરી તરીકે નોંધાઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande