ખાવડા નજીક ખનીજ ચોરી પર LCBનો પ્રહાર: માટી ભરેલો ટ્રક ઝડપી ખાણ-ખનીજ વિભાગને સોંપાયો
કચ્છ, 24 જુલાઈ (હિ.સ.) : પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને ખનીજની હેરફેર સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ખનીજ ચોરીની પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ અંકુશ લાવવા માટે પોલીસ મહાનિરીક્ષક, સરહદી
માટી ખનીજ પરિવહન કરતો વાહન


માટી ખનીજ પરિવહન કરતો vaahan


કચ્છ, 24 જુલાઈ (હિ.સ.) : પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને ખનીજની હેરફેર સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ખનીજ ચોરીની પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ અંકુશ લાવવા માટે પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક, પશ્ચિમ કચ્છ-ભુજના માર્ગદર્શન હેઠળ તમામ પોલીસ એકમોને સઘન દેખરેખ રાખવા અને અસરકારક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પશ્ચિમ કચ્છે વધુ એક સફળ કાર્યવાહી કરીને ગેરકાયદેસર ખનીજ પરિવહનનો ભાંડો ફોડ્યો છે.

મળતી માહિતી મુજબ, એલસીબીની ટીમ પેટ્રોલિંગ અને બાતમીના આધારે ખાવડા વિસ્તાર તરફ સક્રિય હતી. દરમિયાન કોટડા ચેક પોસ્ટ નજીકથી પસાર થઈ રહેલા એક શંકાસ્પદ ટ્રકને રોકી તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રક નંબર GJ-12-BZ-8306માં અંદાજે પાંચથી છ ટન જેટલી માટી (ખનીજ) ભરેલી હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં ખનીજના પરિવહન અંગે જરૂરી દસ્તાવેજો અને નિયમોની ચકાસણી કરવામાં આવતા અનિયમિતતા જણાતાં પોલીસે ટ્રકને સ્થળ પર જ ડિટેઇન કર્યો હતો.

ત્યારબાદ સમગ્ર મામલાની જાણ સંબંધિત ખાણ અને ખનીજ વિભાગને કરવામાં આવી હતી. કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ડિટેઇન કરાયેલ ટ્રકને આગળની કાર્યવાહી માટે ખાણ-ખનીજ વિભાગના હવાલે સોંપવામાં આવ્યો છે. હવે વિભાગ દ્વારા ખનીજના સ્ત્રોત, પરિવહનની કાયદેસર મંજૂરી તથા અન્ય પાસાઓની તપાસ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

પશ્ચિમ કચ્છ પોલીસનું કહેવું છે કે જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને પરિવહન સામે આગામી સમયમાં પણ આવી જ સઘન કામગીરી ચાલુ રહેશે. કુદરતી સંપત્તિના ગેરકાયદેસર શોષણને રોકવા માટે પોલીસ અને સંબંધિત વિભાગો વચ્ચે સતત સંકલન રાખવામાં આવી રહ્યું છે.

આ સમગ્ર સફળ કામગીરીમાં ASI અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની સતર્કતા અને ઝડપી કાર્યવાહીના પરિણામે ગેરકાયદેસર ખનીજ પરિવહન સામે અસરકારક પગલું ભરવામાં સફળતા મળી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande