
પોરબંદર, 24 જુલાઈ (હિ.સ.)પોરબંદરમાં કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાનો આવતીકાલે લોક દરબાર યોજાશે.પોરબંદર જિલ્લાના નાગરિકોના પ્રશ્નો, રજૂઆતો અને જનહિતના મુદ્દાઓનું ઝડપી તથા અસરકારક નિરાકરણ થાય તે હેતુથી માનનીય કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા દ્વારા લોકદરબાર નું આયોજન કરવામાં આવ્યું છે.
આ લોકદરબારમાં પોરબંદર જિલ્લાના કોઈપણ નાગરિક પોતાની રજૂઆત સીધી માનનીય મંત્રી સમક્ષ કરી શકશે. સરકારી યોજનાઓ, વિકાસકાર્યો, પ્રજાલક્ષી સેવાઓ અને અન્ય જનહિતના પ્રશ્નો અંગેની રજૂઆતોનું સ્થળ પર જ નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
તારીખ 25/07/2026, શનિવારે સવારે 11:30 થી બપોરે 01:00 વાગ્યા સુધી અટલ ભવન, જિલ્લા ભાજપ કાર્યાલય, પોરબંદર ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ આ લોકદરબારમાં ઉપસ્થિત રહેશે. તમામ નાગરિકો, સામાજિક સંસ્થાઓ અને આગેવાનોને આ લોકદરબારમાં ઉપસ્થિત રહી પોતાની રજૂઆતો કરવા અપીલ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya