કડીના નંદાસણ-1 સબસેન્ટરની તાલુકા હેલ્થ ઓફિસરે મુલાકાત લીધી, માતૃત્વ સેવા અને રોગચાળો નિયંત્રણ અંગે માર્ગદર્શન અપાયું
મહેસાણા, 24 જુલાઈ (હિ.સ.) : કડી તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડો. બ્રિજેશ પ્રજાપતિ દ્વારા નંદાસણ-1 સબસેન્ટરની મુલાકાત લઈને આરોગ્ય સેવાઓની સમીક્ષા કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન સબસેન્ટરમાં ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ, રેકોર્ડ અને રજિસ્ટરોની ચકાસણી કરવામાં
કડીના નંદાસણ-1 સબસેન્ટરની તાલુકા હેલ્થ ઓફિસરે મુલાકાત લીધી, માતૃત્વ સેવા અને રોગચાળો નિયંત્રણ અંગે માર્ગદર્શન અપાયું


મહેસાણા, 24 જુલાઈ (હિ.સ.) : કડી તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડો. બ્રિજેશ પ્રજાપતિ દ્વારા નંદાસણ-1 સબસેન્ટરની મુલાકાત લઈને આરોગ્ય સેવાઓની સમીક્ષા કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન સબસેન્ટરમાં ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ, રેકોર્ડ અને રજિસ્ટરોની ચકાસણી કરવામાં આવી હતી તેમજ આરોગ્ય કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મુલાકાત દરમિયાન આ અઠવાડિયામાં સંભવિત પ્રસૂતિ તારીખ (EDD) ધરાવતી સગર્ભા મહિલાઓના બર્થ માઇક્રોપ્લાનિંગ અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. ગર્ભવતી મહિલાઓને સમયસર અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળી રહે તેમજ પ્રસૂતિ દરમિયાન કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે જરૂરી આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી.

ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વાહકજન્ય અને પાણીજન્ય રોગચાળાની અટકાયત માટે પણ આરોગ્ય કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા તેમજ પાણીજન્ય રોગોથી બચવા માટે સર્વેલન્સ, સ્વચ્છતા અને જનજાગૃતિની કામગીરી વધુ અસરકારક રીતે હાથ ધરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

ડો. બ્રિજેશ પ્રજાપતિએ સબસેન્ટરના રેકોર્ડ અને વિવિધ રજિસ્ટરોની ચકાસણી કરી જરૂરી સૂચનો આપ્યા હતા. તાલુકા આરોગ્ય કચેરી દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સબસેન્ટરોની નિયમિત મુલાકાતો મારફતે આરોગ્ય સેવાઓની ગુણવત્તા જળવાઈ રહે અને લોકોને સમયસર સારવાર મળી રહે તે માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande