મહેસાણામાં ભારે વરસાદની આગાહીને પગલે સતત બીજા દિવસે શાળા-આંગણવાડીઓમાં રજા જાહેર
મહેસાણા, 24 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રએ સતત બીજા દિવસે પણ શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરી છે. જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ લેવાયેલા નિર્ણય મુજબ શનિવાર, 25 જુ
મહેસાણામાં ભારે વરસાદની આગાહીને પગલે સતત બીજા દિવસે શાળા-આંગણવાડીઓમાં રજા જાહેર


મહેસાણા, 24 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રએ સતત બીજા દિવસે પણ શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરી છે.

જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ લેવાયેલા નિર્ણય મુજબ શનિવાર, 25 જુલાઈના રોજ જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તેમજ આંગણવાડીઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. અગાઉ 24 જુલાઈના રોજ પણ ભારે વરસાદની સ્થિતિને પગલે રજા જાહેર કરવામાં આવી હતી.

હવામાન વિભાગ દ્વારા આગામી કલાકોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવતા વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્રએ જણાવ્યું છે કે વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને જરૂરિયાત મુજબ રાહત તથા બચાવ કામગીરી માટે તમામ વિભાગોને એલર્ટ રાખવામાં આવ્યા છે.

વહીવટી તંત્રએ જિલ્લાના નાગરિકોને પણ સાવચેત રહેવા અપીલ કરી છે. ખાસ કરીને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવું, પાણી ભરાયેલા રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું તેમજ તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું જરૂરી હોવાનું જણાવાયું છે.

જિલ્લા તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે હવામાનની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને પરિસ્થિતિ અનુસાર જરૂરી નિર્ણય લેવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande