ચોમાસામાં રસ્તાઓ સલામત રાખવા માર્ગ-મકાન વિભાગ 24x7 એક્શન મોડમાં, વરસાદી પાણીના નિકાલ માટે સતત કામગીરી
મહેસાણા, 24 જુલાઈ (હિ.સ.) : ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાવું, ઝાડ અને વીજપોલ ધરાશાયી થવા તેમજ માર્ગોને નુકસાન પહોંચવાની સંભાવના વચ્ચે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), મહેસાણા સંપૂર્ણ એલર્ટ મોડ પર કાર્યરત છે. વાહનવ્યવહાર સુ
ચોમાસામાં રસ્તાઓ સલામત રાખવા માર્ગ-મકાન વિભાગ 24x7 એક્શન મોડમાં, વરસાદી પાણીના નિકાલ માટે સતત કામગીરી


મહેસાણા, 24 જુલાઈ (હિ.સ.) : ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાવું, ઝાડ અને વીજપોલ ધરાશાયી થવા તેમજ માર્ગોને નુકસાન પહોંચવાની સંભાવના વચ્ચે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), મહેસાણા સંપૂર્ણ એલર્ટ મોડ પર કાર્યરત છે. વાહનવ્યવહાર સુચારુ રહે અને નાગરિકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે વિભાગ દ્વારા 24 કલાક સતત મોનિટરિંગ અને મેદાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

વિભાગ જિલ્લા વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી સાથે સંકલન સાધીને સંવેદનશીલ માર્ગો પર સતત નજર રાખી રહ્યું છે. જ્યાં વરસાદના કારણે પાણી ભરાવા, રસ્તા ધોવાઈ જવા, ઝાડ કે વીજપોલ પડવાની ઘટના બને છે ત્યાં તાત્કાલિક જેસીબી સહિતની મશીનરી અને જરૂરી માનવબળ સાથે ટીમો મોકલીને રસ્તા ખુલ્લા કરવા, મરામત કરવા અને વરસાદી પાણીનો નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સતત ફિલ્ડમાં રહી પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. મુખ્ય માર્ગો પર અવરજવર સુરક્ષિત રહે અને ટ્રાફિકને કોઈ વિક્ષેપ ન પડે તે માટે સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

માર્ગ અને મકાન વિભાગે જણાવ્યું છે કે ચોમાસા દરમિયાન નાગરિકોની સુરક્ષા અને સરળ વાહનવ્યવહાર તેની પ્રથમ પ્રાથમિકતા છે. વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરીને કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande