વડનગરના ઉણાદ ગામે પાણી ભરાવાની સમસ્યા સામે તંત્રની ત્વરિત કામગીરી, નીચાણવાળા વિસ્તારમાંથી પાણીનો નિકાલ કરાયો
મહેસાણા, 24 જુલાઈ (હિ.સ.) મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના ઉણાદ ગામમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતા તાલુકા વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ સ્થળ પર પહોંચી પરિસ્થિત
વડનગરના ઉણાદ ગામે પાણી ભરાવાની સમસ્યા સામે તંત્રની ત્વરિત કામગીરી, નીચાણવાળા વિસ્તારમાંથી પાણીનો નિકાલ કરાયો


મહેસાણા, 24 જુલાઈ (હિ.સ.) મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના ઉણાદ ગામમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતા તાલુકા વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ સ્થળ પર પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને પાણીના ઝડપી નિકાલ માટે જરૂરી કામગીરી હાથ ધરી હતી.

ભારે વરસાદ બાદ ગામના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકોને અવરજવર અને દૈનિક જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્રની ટીમો સ્થળ પર પહોંચી હતી અને પાણીનો સુચારુ નિકાલ થાય તે માટે મશીનરી અને જરૂરી માનવબળની મદદથી કામગીરી શરૂ કરવામાં આવી હતી.

અધિકારીઓએ સ્થળ પર રહી સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને પાણીનો નિકાલ ઝડપથી પૂર્ણ થાય તે માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપી હતી. તંત્રની સમયસરની કાર્યવાહીથી નીચાણવાળા વિસ્તારમાંથી પાણી સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યું હતું, જેના કારણે સ્થાનિક ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પણ ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખી જરૂરી સાધનો અને ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જેથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande