
ગાંધીનગર, 24 જુલાઈ (હિ.સ.) : નટરાજ કલા આંગન ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગ થી સંસ્થાના બે વર્ષ પૂરા થતાં હોય, ગુરુ પૂર્ણિમા કલા ઉત્સવ ૨૦૨૬ આવતા શનિવારે ૨૫ જુલાઈ ના રોજ રાત્રે નવ વાગ્યાથી ડો આંબેડકર ભવન સેક્ટર ૧૨ ખાતે થવા જઇ રહ્યો છે.
આ કાર્યક્રમમાં કલા આંગન ગાંધીનગર, કલાક્ષેત્ર ભાવનગર, ઝંકાર કથક એકેડમી અમદાવાદ, ઓમ આર્ટસ એકેડમી અમદાવાદ અને રાકેશ વાણી દ્વારા કથક, ઓડિસી નૃત્ય તેમજ તબલા વાદન રજૂ કરવામાં આવશે.
કલા આંગન ગાંધીનગર સંસ્થાનો મુખ્ય પ્રયાસ છે કે આપણા બાળકો અને યુવાનો સારા કથક ડાન્સર બને અને ભારતીય આધ્યાત્મિક તાકાત વધારે.
આપના બાળકોને આપણી સાંસ્કૃતિક પરંપરાની જાણકારી આપી આવા શોખ કેળવવા ગાંધીનગરની કલા પ્રેમી જનતાને જાહેર નિમંત્રણ સંસ્થાવતી સંચાલક ડો. પ્રાચી રાવલ ત્રિવેદી તરફથી આપવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ