વાલિયા તાલુકાના સોડગામમાં પાર્ક કરેલ ટ્રકમાંથી ડિઝલ ચોરી કરનાર ઇસમ મુદ્દામાલ સાથે ઝડપાયો
- પોલીસે ડિઝલ ભરેલ કારબા નંગ 7 અને ઇકો ગાડી મળી કુલ રૂપિયા 3.19 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો. ભરૂચ, 24 જુલાઈ (હિ.સ.) : વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ડિઝલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલીને પોલીસે આરોપીને કુલ રૂપિયા 3.19 લાખના મુદ્દામાલ સાથે ગણતરીના દ
વાલિયા તાલુકાના સોડગામમાં પાર્ક કરેલ ટ્રકમાંથી ડિઝલ ચોરી કરનાર ઇસમ મુદ્દામાલ સાથે ઝડપાયો


વાલિયા તાલુકાના સોડગામમાં પાર્ક કરેલ ટ્રકમાંથી ડિઝલ ચોરી કરનાર ઇસમ મુદ્દામાલ સાથે ઝડપાયો


વાલિયા તાલુકાના સોડગામમાં પાર્ક કરેલ ટ્રકમાંથી ડિઝલ ચોરી કરનાર ઇસમ મુદ્દામાલ સાથે ઝડપાયો


- પોલીસે ડિઝલ ભરેલ કારબા નંગ 7 અને ઇકો ગાડી મળી કુલ રૂપિયા 3.19 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો.

ભરૂચ, 24 જુલાઈ (હિ.સ.) : વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ડિઝલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલીને પોલીસે આરોપીને કુલ રૂપિયા 3.19 લાખના મુદ્દામાલ સાથે ગણતરીના દિવસમાં પકડી લીધો હતો. વાલિયા તાલુકાના સોડગામ ખાતે રાત્રે પાર્ક કરીને મુકેલ ત્રણ ડમ્પર ટ્રકો પૈકી બે ટ્રકોની ટાંકીમાંથી રાત્રી દરમિયાન રૂપિયા 19600 ની કિંમતનું 200 લિટર ડિઝલ ચોરાયું હતું. આ બાબતે વાલિયા પોલીસ મથકમાં ડિઝલ ચોરી જનાર અજાણ્યા ઇસમ વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો. આ ગુનાનો ભેદ ઉકેલીને તેમાં સંડોવાયેલ આરોપીને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી હતી.

દરમિયાન વાલિયા પીઆઇ આર.ડી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે સોડગામ ખાતે પેટ્રોલપંપના કમ્પાઉન્ડમાં ઉભેલ ડમ્પર ટ્રકોમાંથી ડિઝલ ચોરી કરનાર અજીત અરવિંદ વસાવા રહે.નવાગામ રાજગઢ તા.વાલિયા જિ.ભરૂચનાએ તેના ઘરની અડાળીમાં ઘાસચારાની આડમાં ડિઝલના કારબા સંતાડી રાખેલ છે.પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે જઇને તપાસ કરતા સ્થળ ઉપરથી ડિઝલ ભરેલ કારબા મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પર હાજર મળેલ ઇસમ અજીત અરવિંદ વસાવા પાસે ડિઝલના જથ્થા અંગેના આધાર પુરાવા માંગતા તે મળી શક્યા નહતા.

પોલીસે અજીત વસાવાની પુછપરછ કરતા સદર ડિઝલ ચોરીનું હોવાની તેણે કબુલાત કરી હતી. પોલીસે ડિઝલ ચોરીના ગુના હેઠળ અજીત અરવિંદ વસાવા રહે.નવાગામ તા.વાલિયા જિ.ભરૂચની અટકાયત કરીને 200 લિટર ડિઝલ ભરેલ કારબા નંગ-7 કિંમત રૂપિયા 19400 આ ગુનામાં વપરાયેલ ઇકો ફોર વ્હિલ ગાડી કિંમત રૂપિયા 3 લાખ તેમજ ડિઝલ ચોરી કરવામાં વપરાયેલ સાધનો મળી કુલ રૂપિયા 3.19 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande