પાટણ જિલ્લામાં વરસાદી માહોલ, રાધનપુરમાં 79 મિમી વરસાદ; શહેરનું રેલવે ગરનાળું પાણીમાં ગરકાવ
પાટણ, 24 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લામાં આજે સવારે 6થી 10 વાગ્યા દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. રાધનપુર તાલુકામાં સૌથી વધુ 79 મિમી વરસાદ વરસ્યો, જ્યારે સાંતલપુરમાં 75 મિમી વરસાદ નોંધાયો. અન્ય તાલુકાઓમાં ચાણસ્મા 35 મિમી, શંખેશ્વર 22 મિમી, હારીજ
પાટણ જિલ્લામાં વરસાદી માહોલ, રાધનપુરમાં 79 મિમી વરસાદ; શહેરનું રેલવે ગરનાળું પાણીમાં ગરકાવ


પાટણ, 24 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લામાં આજે સવારે 6થી 10 વાગ્યા દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. રાધનપુર તાલુકામાં સૌથી વધુ 79 મિમી વરસાદ વરસ્યો, જ્યારે સાંતલપુરમાં 75 મિમી વરસાદ નોંધાયો.

અન્ય તાલુકાઓમાં ચાણસ્મા 35 મિમી, શંખેશ્વર 22 મિમી, હારીજ 19 મિમી, પાટણ 16 મિમી, સમી અને સિદ્ધપુરમાં 10-10 મિમી, તેમજ સરસ્વતીમાં 5 મિમી વરસાદ નોંધાયો.

આ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ચોમાસુ પાકો માટે આ વરસાદ લાભદાયી માનવામાં આવી રહ્યો છે, જોકે રાધનપુરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.

પાટણ શહેરમાં સામાન્ય વરસાદ બાદ રેલવે ગરનાળું (અંડરપાસ) પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. કેટલાક વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા અને વૈકલ્પિક માર્ગો પર ટ્રાફિક જામ સર્જાયો હતો.

દર વર્ષે સર્જાતી આ સમસ્યાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. સામાન્ય વરસાદમાં જ ગરનાળું પાણીમાં ડૂબી જતાં નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande