ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ સીઝનમાં બીજી વખત ઓવરફ્લો, નીચાણવાળા ગામોને એલર્ટ
ભાવનગર, 24 જુલાઈ (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહત્વના જળસ્ત્રોત અને જીવાદોરી ગણાતા શેત્રુંજી ડેમમાં સીઝન દરમિયાન બીજી વખત ઓવરફ્લોની સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાં સારા વરસાદને કારણે ડેમમાં ફરીવાર પાણીની સતત આવક શરૂ થતાં તંત્ર દ્વારા ડેમના દરવાજા ખોલવાની કાર
ઓવર ફ્લો થયેલો શેત્રુંજી ડેમ


ભાવનગર, 24 જુલાઈ (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહત્વના જળસ્ત્રોત અને જીવાદોરી ગણાતા શેત્રુંજી ડેમમાં સીઝન દરમિયાન બીજી વખત ઓવરફ્લોની સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાં સારા વરસાદને કારણે ડેમમાં ફરીવાર પાણીની સતત આવક શરૂ થતાં તંત્ર દ્વારા ડેમના દરવાજા ખોલવાની કાર્યવાહી કરવામાં આવી છે.હાલમાં શેત્રુંજી ડેમમાં અંદાજે 1,800 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની જળસપાટી નિયંત્રિત રાખવા માટે તેટલું જ 1,800 ક્યુસેક પાણી ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પાલિતાણા તાલુકાના નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ, માયધાર અને મેઢા ગામોને ખાસ ચેતવણી આપવામાં આવી છે. ઉપરાંત તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પીગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપર સહિતના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.

જિલ્લા તંત્રએ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને નદીના કિનારે, પટમાં અથવા પાણી ભરાયેલા વિસ્તારોમાં અવરજવર ન કરવા અપીલ કરી છે. સાથે જ સ્થાનિક પ્રશાસન, પોલીસ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગને સતત સતર્ક રાખવામાં આવ્યા છે. જો વરસાદનું પ્રમાણ યથાવત રહેશે તો ડેમમાં પાણીની આવક વધુ વધી શકે છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande