ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ 513 રૂપિયા સુધી રહ્યા.
ભાવનગર, 24 જુલાઈ (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતો પોતાની અલગ અલગ જનસ લઈને વેચાણ કરવા માટે આવ્યા હતા ફક્ત ભાવનગર જીલ્લો જ નહીં પરંતુ અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડૂતો અહીંયા અલગ અલગ પાકનું વેચાણ કરવા માટે આવતા હોય છે ખાસ કરીને મ
મહુવા માર્કેટિંગ યાર્ડ ફાઇલ ફોટો


ભાવનગર, 24 જુલાઈ (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતો પોતાની અલગ અલગ જનસ લઈને વેચાણ કરવા માટે આવ્યા હતા ફક્ત ભાવનગર જીલ્લો જ નહીં પરંતુ અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડૂતો અહીંયા અલગ અલગ પાકનું વેચાણ કરવા માટે આવતા હોય છે ખાસ કરીને મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં દર વર્ષે આવક નોંધાતી હોય છે ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડને ડુંગળીનું હબ પણ ગણવામાં આવે છે.

મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે 913 કટ્ટા લાલ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 80 રૂપિયાથી 513 રૂપિયા સુધી રહ્યા હતા ગઈકાલની સરખામણીએ લાલ ડુંગળીના ભાવમાં 3 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આ સાથે જ આજે સફેદ ડુંગળીના 646 કટ્ટા નું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 150 રૂપિયાથી લઈને 425 રૂપિયા સુધી આજે રહ્યા હતા સફેદ ડુંગળીના ભાવમાં ગઈકાલની સરખામણીએ 93 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં 10260 નગ નારીયલ નું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 405 રૂપિયાથી લઈને 3276 રૂપિયા સુધી રહ્યા હતા. ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં 76 રૂપિયાનો વધારો નોંધાયો છે.

આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ઘઉં ટુકડાના 177 કટ્ટા ની આવક નોંધાઈ હતી તેના ભાવ 460 રૂપિયાથી લઈને 569 રૂપિયા સુધી રહ્યા હતા આ સાથે જ આજે તલ સફેદ નો ભાવ 2235 રૂપિયાથી લઈને 2501 રૂપિયા સુધી રહ્યો હતો ત્યારે તલ કાળા નો ભાવ 2825 રૂપિયા સુધી રહ્યો હતો આજે 17 કટ્ટા તલની આવક નોંધાઈ હતી. સફેદ તલના ભાવમાં 75 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો જ્યારે તલ કાળા ના ભાવ ગઈકાલની સરખામણીએ 276 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ચણાના 1 કટ્ટા ની આવક નોંધાઈ હતી. 1251 સુધી રહ્યાજ્યારે આજે બાજરી ના 155 કટાની આવકનો થઈ હતી જેના ભાવ 404 રૂપિયાથી લઈને 518 રૂપિયા સુધી રહ્યા હતા. જ્યારે જુવારની 31 કટ્ટા ની આવક નોંધાઈ હતી જેના ભાવ 300 રૂપિયા થી લઈને 711 રૂપિયા સુધી પ્રતિમાણે ભાવ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં રહ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande