વાગરા ભૂખી પૂલ પર ટ્રક પલટી મારતા રહી ગઈ, મોટી હોનારત ટળી
- ડ્રાઇવરની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી હતી ભરૂચ, 24 જુલાઈ (હિ.સ.) : વાગરા ગામ નજીક આવેલા ભૂખી પૂલ પરથી પસાર થઈ રહેલી એક માલવાહક ટ્રક અચાનક અકસ્માતનો ભોગ બનતા સહેજમાં રહી ગઈ હતી. જો ટ્રક પલટી ગઈ હોત તો સીધી નીચે આવેલી ઊંડી ભૂખી ખાડીમાં ખાબકી હો
વાગરા ભૂખી પૂલ પર ટ્રક પલટી મારતા રહી ગઈ


વાગરા ભૂખી પૂલ પર ટ્રક પલટી મારતા રહી ગઈ


- ડ્રાઇવરની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી હતી

ભરૂચ, 24 જુલાઈ (હિ.સ.) : વાગરા ગામ નજીક આવેલા ભૂખી પૂલ પરથી પસાર થઈ રહેલી એક માલવાહક ટ્રક અચાનક અકસ્માતનો ભોગ બનતા સહેજમાં રહી ગઈ હતી. જો ટ્રક પલટી ગઈ હોત તો સીધી નીચે આવેલી ઊંડી ભૂખી ખાડીમાં ખાબકી હોત, જેના કારણે મોટી જાનહાનિ થવાની ભારે ભીતિ સેવાઈ રહી હતી. જોકે, સદનસીબે ડ્રાઇવરે દર્શાવેલી ક્ષણભરની સમયસૂચકતા અને ઝડપી નિર્ણયશક્તિને કારણે એક મોટી હોનારત ટળી ગઈ હતી.

અકસ્માતની આ ઘટના બાદ તાત્કાલિક સ્થાનિક લોકો તેમજ સંબંધિતો દ્વારા અન્ય એક બીજી ટ્રક મંગાવવામાં આવી હતી. અકસ્માતગ્રસ્ત ટ્રકમાં ભરેલો તમામ કિંમતી માલસામાન અત્યંત સુરક્ષિત રીતે બીજી ટ્રકમાં ટ્રાન્સફર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાહતની વાત એ રહી કે આ સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નોંધાઈ નથી, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

વરસાદી માહોલમાં સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. હાલ ચાલતા ચોમાસાના વરસાદી માહોલમાં પૂલ પર રસ્તો ભારે લપસણો બની ગયો છે તેમજ રસ્તો સાંકડો હોવાથી વાહનચાલકો માટે જોખમ વધી ગયું છે. આવા સંજોગોમાં પૂલ પરથી પસાર થતી વખતે તમામ વાહનચાલકોએ વધુ પડતી સાવચેતી રાખવી અને વાહનની ગતિ મર્યાદિત રાખવી અત્યંત જરૂરી બની ગઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande