જામનગરમાં નશાની હાલતમાં તોફાન મચાવનાર બે શખ્સ સામે કાર્યવાહી
જામનગર, 25 જુલાઈ (હિ.સ.) :જામનગર શહેરમાં દારૂના નશામાં તોફાન મચાવવાના અને જાહેરમાં બકવાસ કરવાના બે અલગ-અલગ બનાવોમાં પરિવારજનોએ જ 112 જનરક્ષક સેવાની મદદ લેતાં સીટી એ. ડિવિઝન પોલીસે બે શખ્સો સામે ગુજરાત પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુના નોંધી કાયદેસરની કા
ધરપકડ


જામનગર, 25 જુલાઈ (હિ.સ.) :જામનગર શહેરમાં દારૂના નશામાં તોફાન મચાવવાના અને જાહેરમાં બકવાસ કરવાના બે અલગ-અલગ બનાવોમાં પરિવારજનોએ જ 112 જનરક્ષક સેવાની મદદ લેતાં સીટી એ. ડિવિઝન પોલીસે બે શખ્સો સામે ગુજરાત પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રથમ બનાવમાં બાઈની વાડી આંબેડકર વાસ વિસ્તારમાં રહેતા મનિષભાઈ રાજુભાઈ ભટ્ટીની ફરિયાદ મુજબ તેમના ભાઈ ગોવિંદ રાજુભાઈ ભટ્ટી તા. 24 જુલાઈની રાત્રે દારૂના નશામાં ઘરે આવી ગાળો બોલી ઝઘડો કરી તોફાન મચાવતા હતા. પરિસ્થિતિ વણસતા મનિષભાઈએ 112 પર જાણ કરી હતી.

જનરક્ષક ટીમે ગોવિંદભાઈને કસ્ટડીમાં લઈ સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચાડ્યા હતા. પંચોની હાજરીમાં તપાસ દરમિયાન તેઓ દારૂના નશામાં હોવાનું તથા તેમની પાસે દારૂ પીવાની કોઈ પરમીટ ન હોવાનું બહાર આવતાં તેમની સામે ગુજરાત પ્રોહિબિશન અધિનિયમની કલમ 66(1)(બી) અને 85(1) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

બીજા બનાવમાં ઠેબા બાયપાસ પાસે રવિજ્યોત-1 સોસાયટીમાં રહેતા સાગર લક્ષ્મણભાઈ હિંગળાએ પોતાના મોટા ભાઈ જયેશ લક્ષ્મણભાઈ હિંગળા અંગે 112 જનરક્ષક સેવાને જાણ કરી હતી. મહાપ્રભુજીની બેઠક પોલીસ ચોકી પાસે જયેશ દારૂના નશામાં જાહેરમાં બકવાસ કરતો જોવા મળ્યો હતો.

જનરક્ષક ટીમે તેને સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને લાવ્યો હતો. પંચોની હાજરીમાં તપાસ દરમિયાન તે દારૂના નશામાં હોવાનું તથા તેની પાસે દારૂ પીવાની કોઈ પરવાનગી ન હોવાનું જણાતા પોલીસે ગુજરાત પ્રોહિબિશન અધિનિયમની કલમ 66(1)(બી) અને 85(1) હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande