
અમદાવાદ, 25 જુલાઈ (હિ.સ.) : અમદાવાદ ડિવિઝનના ચાંદલોડિયા ઈસ્ટ અને વિરમગામ સ્ટેશનો વચ્ચે રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે ટ્રેનોનું સંચાલન પ્રભાવિત થયું છે. મુસાફરોને વિનંતી છે કે યાત્રા શરૂ કરતા પહેલા પોતાની ટ્રેનની નવીનતમ સ્થિતિ ચોક્કસ ચકાસી લે.
રદ કરાયેલી ટ્રેનો : 1) ટ્રેન નંબર 19218 વેરાવળ–બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ, જે 25 જુલાઈ 2026 ના રોજ પોતાના નિર્ધારિત સમયે ઉપડવાની હતી, તે રેકની અપ્રાપ્યતા (shortage) ને કારણે પૂર્ણપણે રદ રહેશે.
2) ટ્રેન નંબર 19015 દાદર–પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, જે 25 જુલાઈ 2026 ના રોજ પોતાના નિર્ધારિત સમયે ઉપડવાની હતી, તે રેકની અપ્રાપ્યતાને કારણે પૂર્ણપણે રદ રહેશે.
3) ટ્રેન નંબર 19120 વેરાવળ–ગાંધીનગર કેપિટલ ઈન્ટરસિટી એક્સપ્રેસ, જે 25 જુલાઈ 2026 ના રોજ પોતાના નિર્ધારિત સમયે ઉપડવાની હતી, તે રેકની અપ્રાપ્યતાને કારણે પૂર્ણપણે રદ રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ