
જામનગર, 25 જુલાઈ (હિ.સ.) :જામનગર જિલ્લાના પંચકોષી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.એસ. કલમ 194 મુજબ અકસ્માત મૃત્યુ (એ.ડી.) નોંધવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, હડમતીયા ગામના રહેવાસી અશોકભાઈ રવજીભાઈ ગોંડલીયા (ઉંમર 90 વર્ષ)ને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતાં પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.
હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તપાસ કરી તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે તેમના પુત્ર વિશાલભાઈ અશોકભાઈ ગોંડલીયાએ પોલીસને જાણ કરતાં પંચકોષી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.એસ. કલમ 194 મુજબ અકસ્માત મૃત્યુની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં હૃદય બંધ થઇ જવાથી મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. વધુ તપાસ પોલીસ દ્વારા ચાલુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt