
ભાવનગર 25 જુલાઈ (હિ.સ.) મુસાફરોની વધતી માંગ, મુસાફરીની સુવિધા તેમજ વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મંડળમાંથી પસાર થતી બે જોડી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોના ફેરાઓમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી મુસાફરોને આગામી સમયગાળા દરમિયાન પણ સરળ અને સુવિધાજનક રેલ મુસાફરીનો લાભ મળતો રહેશે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે વિસ્તૃત ફેરાઓની વિગતો નીચે મુજબ છે—
1. ભાવનગર ટર્મિનસ–બાન્દ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ (09208/09207)
ટ્રેન નં. 09208 ભાવનગર ટર્મિનસ–બાન્દ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ હવે 27 ઓગસ્ટ, 2026 સુધી દોડશે. અગાઉ આ ટ્રેન 30 જુલાઈ, 2026 સુધી સૂચિત હતી.
તે જ રીતે, ટ્રેન નં. 09207 બાન્દ્રા ટર્મિનસ–ભાવનગર ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ હવે 28 ઓગસ્ટ, 2026 સુધી દોડશે, જ્યારે અગાઉ તેનું સંચાલન 31 જુલાઈ, 2026 સુધી નક્કી કરવામાં આવ્યું હતું.
2. વેરાવળ–બાન્દ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ (09018/09017)
ટ્રેન નં. 09018 વેરાવળ–બાન્દ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ હવે 31 ઓગસ્ટ, 2026 સુધી દોડશે. અગાઉ આ ટ્રેન 27 જુલાઈ, 2026 સુધી સૂચિત હતી.
તે જ રીતે, ટ્રેન નં. 09017 બાન્દ્રા ટર્મિનસ–વેરાવળ સાપ્તાહિક સ્પેશિયલ હવે 30 ઓગસ્ટ, 2026 સુધી દોડશે, જ્યારે અગાઉ તેનું સંચાલન 26 જુલાઈ, 2026 સુધી નક્કી કરવામાં આવ્યું હતું.
ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ જણાવ્યું કે પશ્ચિમ રેલવેનો આ નિર્ણય મુસાફરોની સુવિધા વધારવા, વધતી મુસાફરીની માંગને પૂર્ણ કરવા તેમજ તહેવારો અને રજાના સમયગાળા દરમિયાન વધારાની ભીડનું અસરકારક સંચાલન કરવા માટેનું મહત્વપૂર્ણ પગલું છે. આથી ભાવનગર, વેરાવળ તથા માર્ગમાં આવેલા અન્ય મહત્વપૂર્ણ સ્ટેશનોના મુસાફરોને મુંબઈ વિસ્તાર માટે વધારાની રેલ સેવા ઉપલબ્ધ રહેશે.
રેલવે પ્રશાસન મુસાફરોને વિનંતી કરે છે કે મુસાફરી પહેલાં ટ્રેનોના સમય, સ્ટોપેજ તથા કોચ રચના અંગેની નવીનતમ માહિતી ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in અથવા NTES મારફતે અવશ્ય મેળવી લે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ