ભાવનગર: ત્રણ એક્સપ્રેસ ટ્રેનો હવે સાબરમતીના બદલે ગાંધીગ્રામથી ચાલશે
ભાવનગર, 15 જુલાઈ (હિ.સ.) : રેલવે બોર્ડની મંજૂરી અનુસાર સાબરમતી સ્ટેશનેથી પ્રસ્થાન અને સમાપ્તિ કરતી ત્રણ જોડી એક્સપ્રેસ ટ્રેનોનું ટર્મિનલ 26 ઓગસ્ટ, 2026થી તબક્કાવાર ગાંધીગ્રામ સ્ટેશન કરવામાં આવી રહ્યું છે. સાથે જ આ ટ્રેનોને ચાંદખેડા રોડ (CDK) સ્ટેશન
ભાવનગર: ત્રણ એક્સપ્રેસ ટ્રેનો હવે સાબરમતીના બદલે ગાંધીગ્રામથી ચાલશે


ભાવનગર, 15 જુલાઈ (હિ.સ.) : રેલવે બોર્ડની મંજૂરી અનુસાર સાબરમતી સ્ટેશનેથી પ્રસ્થાન અને સમાપ્તિ કરતી ત્રણ જોડી એક્સપ્રેસ ટ્રેનોનું ટર્મિનલ 26 ઓગસ્ટ, 2026થી તબક્કાવાર ગાંધીગ્રામ સ્ટેશન કરવામાં આવી રહ્યું છે. સાથે જ આ ટ્રેનોને ચાંદખેડા રોડ (CDK) સ્ટેશન પર પણ સ્ટોપેજ આપવામાં આવ્યું છે, જેના કારણે સ્થાનિક મુસાફરોને વધારાની સુવિધા મળશે.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળવાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે આ નિર્ણય અંતર્ગત નીચે મુજબની ટ્રેનો હવે ગાંધીગ્રામ સ્ટેશનથી સંચાલિત થશે—

1. 14822/14821 ગાંધીગ્રામ–જોધપુર–ગાંધીગ્રામ દૈનિક એક્સપ્રેસ

અગાઉ સાબરમતી–જોધપુર–સાબરમતી તરીકે દોડતી આ ટ્રેન હવે ગાંધીગ્રામ–જોધપુર–ગાંધીગ્રામ દૈનિક એક્સપ્રેસ તરીકે દોડશે.

• ટ્રેન નં. 14822 ગાંધીગ્રામ–જોધપુર દૈનિક એક્સપ્રેસ 27.08.2026થી દરરોજ સવારે 07.00 વાગ્યે ગાંધીગ્રામ સ્ટેશનથી પ્રસ્થાન કરશે અને તે જ દિવસે સાંજે 18.10 વાગ્યે જોધપુર પહોંચશે.

• પરત ફરતી ટ્રેન નં. 14821 જોધપુર–ગાંધીગ્રામ દૈનિક એક્સપ્રેસ 26.08.2026થી દરરોજ સવારે 10.00 વાગ્યે જોધપુરથી પ્રસ્થાન કરીને તે જ દિવસે રાત્રે 21.00 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે.

2. 12548/12547 ગાંધીગ્રામ–આગરા કૅન્ટ સુપરફાસ્ટ એક્સપ્રેસ (અઠવાડિયામાં ચાર દિવસ)

અગાઉ સાબરમતી–આગરા કૅન્ટ સુપરફાસ્ટ એક્સપ્રેસ તરીકે દોડતી આ ટ્રેન હવે ગાંધીગ્રામ–આગરા કૅન્ટ સુપરફાસ્ટ એક્સપ્રેસ તરીકે દોડશે.

• ટ્રેન નં. 12548 ગાંધીગ્રામ–આગરા કૅન્ટ સુપરફાસ્ટ એક્સપ્રેસ અઠવાડિયામાં ચાર દિવસ સોમવાર, બુધવાર, ગુરુવાર અને રવિવારે 26.08.2026થી સાંજે 16.40 વાગ્યે ગાંધીગ્રામથી પ્રસ્થાન કરીને બીજા દિવસે સવારે 07.05 વાગ્યે આગરા કૅન્ટ પહોંચશે.

• પરત ફરતી ટ્રેન નં. 12547 આગરા કૅન્ટ–ગાંધીગ્રામ સુપરફાસ્ટ એક્સપ્રેસ અઠવાડિયામાં ચાર દિવસ સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શુક્રવારે 25.08.2026થી રાત્રે 22.00 વાગ્યે આગરા કૅન્ટથી પ્રસ્થાન કરીને બીજા દિવસે બપોરે 12.00 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે.

3. 22548/22547 ગાંધીગ્રામ–ગ્વાલિયર સુપરફાસ્ટ એક્સપ્રેસ (અઠવાડિયામાં ત્રણ દિવસ)

અગાઉ સાબરમતી–ગ્વાલિયર સુપરફાસ્ટ એક્સપ્રેસ તરીકે દોડતી આ ટ્રેન હવે ગાંધીગ્રામ–ગ્વાલિયર સુપરફાસ્ટ એક્સપ્રેસ તરીકે દોડશે.

• ટ્રેન નં. 22548 ગાંધીગ્રામ–ગ્વાલિયર સુપરફાસ્ટ એક્સપ્રેસ અઠવાડિયામાં ત્રણ દિવસ મંગળવાર, શુક્રવાર અને શનિવારે 27.08.2026થી સાંજે 16.40 વાગ્યે ગાંધીગ્રામથી પ્રસ્થાન કરીને બીજા દિવસે સવારે 09.25 વાગ્યે ગ્વાલિયર પહોંચશે.

• પરત ફરતી ટ્રેન નં. 22547 ગ્વાલિયર–ગાંધીગ્રામ સુપરફાસ્ટ એક્સપ્રેસ અઠવાડિયામાં ત્રણ દિવસ બુધવાર, શનિવાર અને રવિવારે 26.08.2026થી રાત્રે 20.10 વાગ્યે ગ્વાલિયરથી પ્રસ્થાન કરીને બીજા દિવસે બપોરે 12.00 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે.

મુસાફરોની સુવિધા માટે રેલવે દ્વારા નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ (NTES), પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS), સ્ટેશનના માહિતી ફલકો તેમજ જાહેર જાહેરાત પ્રણાલીમાં જરૂરી સુધારાઓ કરવામાં આવી રહ્યા છે. પશ્ચિમ રેલવે એ મુસાફરોને વિનંતી કરી છે કે મુસાફરી પહેલાં ટ્રેનના સુધારેલ સમયપત્રક અને સંચાલન સંબંધિત નવીનતમ માહિતી અવશ્ય મેળવી લે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande