ભાવનગર ટર્મિનસના સ્થાને કેટલીક ટ્રેનોનું અસ્થાયી સંચાલન ભાવનગર પરા સ્ટેશન પરથી કરવામાં આવશે
ભાવનગર, 25 જુલાઈ (હિ.સ.) : ભાવનગર સ્ટેશન યાર્ડ રીમોડેલિંગ કાર્યને કારણે પશ્ચિમ રેલવેએ ભાવનગર ટર્મિનસથી શરૂ થતી અને સમાપ્ત થતી કેટલીક પ્લેટફોર્મ રિટર્નિંગ ટ્રેનોના પ્રારંભિક/અંતિમ સ્ટેશનને અસ્થાયી રીતે ભાવનગર પરા ખાતે સ્થાનાંતરિત કરવાનો નિર્ણય લીધો
ભાવનગર ટર્મિનસના સ્થાને કેટલીક ટ્રેનોનું અસ્થાયી


ભાવનગર, 25 જુલાઈ (હિ.સ.) : ભાવનગર સ્ટેશન યાર્ડ રીમોડેલિંગ કાર્યને કારણે પશ્ચિમ રેલવેએ ભાવનગર ટર્મિનસથી શરૂ થતી અને સમાપ્ત થતી કેટલીક પ્લેટફોર્મ રિટર્નિંગ ટ્રેનોના પ્રારંભિક/અંતિમ સ્ટેશનને અસ્થાયી રીતે ભાવનગર પરા ખાતે સ્થાનાંતરિત કરવાનો નિર્ણય લીધો છે. વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે આ વ્યવસ્થા 27 જુલાઈ, 2026થી આગામી આદેશ સુધી અમલમાં રહેશે.

આ નિર્ણય મુજબ ટ્રેનોનું સંચાલન નિર્ધારિત સમય મુજબ ભાવનગર પરા સ્ટેશન પરથી કરવામાં આવશે: ટ્રેન નંબર 59229 બોટાદ–ભાવનગર પારાનું આગમન સમય સવારે 09:00 વાગ્યે છે.

• ટ્રેન નંબર 59267 પાલીતાણા–ભાવનગર પારાનું આગમન સમય સવારે 09:35 વાગ્યે છે.

• ટ્રેન નંબર 59557 પોરબંદર–ભાવનગર પારાનું આગમન સમય બપોરે 02:30 વાગ્યે છે.

• ટ્રેન નંબર 59271 બોટાદ–ભાવનગર પારાનું આગમન સમય સાંજે 05:30 વાગ્યે છે.

• ટ્રેન નંબર 19206 મહુવા–ભાવનગર પારાનું આગમન સમય રાત્રે 08:00 વાગ્યે છે.

• ટ્રેન નંબર 59268 ભાવનગર પારા–પાલીતાણાનું પ્રસ્થાન સમય સવારે 06:40 વાગ્યે છે.

• ટ્રેન નંબર 19205 ભાવનગર પારા–મહુવાનું પ્રસ્થાન સમય સવારે 09:40 વાગ્યે છે.

• ટ્રેન નંબર 59204 ભાવનગર પારા–બોટાદનું પ્રસ્થાન સમય સવારે 11:10 વાગ્યે છે.

• ટ્રેન નંબર 59560 ભાવનગર પારા–પોરબંદરનું પ્રસ્થાન સમય બપોરે 03:20 વાગ્યે છે.

• ટ્રેન નંબર 59230 ભાવનગર પારા–બોટાદનું પ્રસ્થાન સમય સાંજે 07:25 વાગ્યે છે.

પશ્ચિમ રેલવે મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ મુસાફરી શરૂ કરતા પહેલાં સંબંધિત ટ્રેનના પ્રસ્થાન/આગમન સ્ટેશન તથા સમયની માહિતી અવશ્ય મેળવી લે અને તે મુજબ પોતાની મુસાફરીનું આયોજન કરે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande