પોરબંદર જિલ્લા પંચાયતમાં સભાખંડ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
પોરબંદર, 25 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લા પંચાયત કચેરીના સભાખંડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરાની ઉપસ્થિતિમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભે
પોરબંદર જિલ્લા પંચાયતમાં સભાખંડ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો.


પોરબંદર જિલ્લા પંચાયતમાં સભાખંડ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો.


પોરબંદર જિલ્લા પંચાયતમાં સભાખંડ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો.


પોરબંદર, 25 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લા પંચાયત કચેરીના સભાખંડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરાની ઉપસ્થિતિમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર હાજરી આપી સ્વૈચ્છિક રક્તદાન કરીને માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રક્તદાન દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર લોહી ઉપલબ્ધ રહે અને સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ વધે તેવા ઉમદા હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પ દરમિયાન અધિકારીઓ તેમજ કર્મચારીઓ અને અગ્રણીઓએ રક્તદાનના મહત્ત્વને સમજી સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી આ માનવતાના કાર્યમાં સહભાગી બની સામાજિક જવાબદારી નિભાવી હતી.

આ કેમ્પમાં જિલ્લા વિકાસ અધિકારી બી.બી ચૌધરી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.એલ વાઘાણી,જિલ્લા આરોગ્ય અધિકારી ડી.બી મહેતા, સીડીએમઓ દિવ્યા દાગા,અગ્રણી રમેશ પટેલ સહિતનાં અધિકારીઓ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande