કોડીનારમાં 'અમૃત ઇન્ટર્નશિપ પ્રોગ્રામ'નો શુભારંભ
ગીર સોમનાથ 25 જુલાઈ (હિ.સ.) કોડીનારમાં ''અમૃત ઇન્ટર્નશિપ પ્રોગ્રામ''નો શુભારંભ: ૩૦ યુવતીઓ અને ૩૫ યુવાનોની ૩ મહિનાનું પ્રાયોગિક પ્રશિક્ષણ અને ₹૬,૦૦૦ માસિક સ્ટાઈપેન્ડ મળશે. આઈપીએલ ફાઉન્ડેશન, અને રાઇઝ ફાઉન્ડેશનના સંયુક્ત સહયોગથી કૃષિ વિજ્ઞાન કેન્
કોડીનારમાં 'અમૃત ઇન્ટર્નશિપ


ગીર સોમનાથ 25 જુલાઈ (હિ.સ.)

કોડીનારમાં 'અમૃત ઇન્ટર્નશિપ પ્રોગ્રામ'નો શુભારંભ: ૩૦ યુવતીઓ અને ૩૫ યુવાનોની ૩ મહિનાનું પ્રાયોગિક પ્રશિક્ષણ અને ₹૬,૦૦૦ માસિક સ્ટાઈપેન્ડ મળશે.

આઈપીએલ ફાઉન્ડેશન, અને રાઇઝ ફાઉન્ડેશનના સંયુક્ત સહયોગથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), કોડીનાર ખાતે 'અમૃત ઇન્ટર્નશિપ પ્રોગ્રામ' ના ઓરિએન્ટેશન કાર્યક્રમનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય યુવાનોને આધુનિક ખેતી પદ્ધતિઓ સાથે જોડીને વિસ્તારમાં શેરડીનું ઉત્પાદન તેમજ ઉત્પાદકતા વધારવાનો છે.

47 કાર્યક્રમની મુખ્ય હાઇલાઇટ્સ

૩૦ યુવતીઓ અને ૩૫ યુવાનોની પસંદગી: પસંદગી પામેલા ઇન્ટર્ન્સ આગામી ૩ મહિના સુધી ખેડૂતોની વચ્ચે રહીને આધુનિક ખેતીની પ્રાયોગિક તાલીમ મેળવશે.

આર્થિક સહાય: યુવાનોના પ્રોત્સાહન માટે દરેક ઇન્ટર્નને દર મહિને ₹૬,૦૦૦ નું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.

તાલીમના મુખ્ય વિષયો: ઇન્ટર્નશિપ દરમિયાન યુવાનોને માટી આરોગ્ય (Soil Health), પાક વ્યવસ્થાપન, છોડ સંરક્ષણ, જળ સંરક્ષણ, ડિજિટલ સર્વે અને કૃષિ ક્ષેત્રની વિવિધ સરકારી યોજનાઓ અંગે પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવશે.

આ પ્રસંગેવિશેષ ઉપસ્થિતિ

આઈપીએલ ફાઉન્ડેશનના સિનિયર એડવાઇઝર ડૉ. રાજીવ રંજન (નિવૃત્ત IAS), કોડીનાર યુનિટ હેડ શ્રી યશ સોલંકી, તલાલા યુનિટ હેડ યોગેશ રાઠી, કેન હેડ યતેન્દ્ર પંવાર, KVK ના સિનિયર વૈજ્ઞાનિક ડૉ. જિતેન્દ્ર સિંહ અને રાઇઝ ફાઉન્ડેશનના સચિવ શ અભય ત્રિપાઠી સહિતના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande