સમી તાલુકાના વાહેદપુરા ગામે, ભારે વરસાદથી તળાવ ઓવરફ્લો: તંત્રની સરાહનીય કામગીરીથી મોટી દુર્ઘટના ટળી
પાટણ, 25 જુલાઈ (હિ.સ.)સમી તાલુકાના વાહેદપુરા ગામે ભારે વરસાદના કારણે તળાવ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, પરંતુ વહીવટી તંત્રની સમયસરની કામગીરી અને સ્થળાંતરને લીધે કોઈ જાનહાનિ કે, માલમિલકતનું નુકસાન થયું નહોતું. સંભવિત જોખમને ધ્યા
સમી તાલુકાના વાહેદપુરા ગામે ભારે વરસાદથી તળાવ ઓવરફ્લો: તંત્રની સરાહનીય કામગીરીથી મોટી દુર્ઘટના ટળી


સમી તાલુકાના વાહેદપુરા ગામે ભારે વરસાદથી તળાવ ઓવરફ્લો: તંત્રની સરાહનીય કામગીરીથી મોટી દુર્ઘટના ટળી


પાટણ, 25 જુલાઈ (હિ.સ.)સમી તાલુકાના વાહેદપુરા ગામે ભારે વરસાદના કારણે તળાવ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, પરંતુ વહીવટી તંત્રની સમયસરની કામગીરી અને સ્થળાંતરને લીધે કોઈ જાનહાનિ કે, માલમિલકતનું નુકસાન થયું નહોતું. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને તંત્રએ તાત્કાલિક અંદાજે 80 જેટલા લોકોને સુરક્ષિત ખસેડીને નવીન વાહેદપુરા પ્રાથમિક શાળા ખાતે આશ્રય અને જરૂરી સુવિધાઓ પૂરી પાડી હતી.

ઘટનાની જાણ થતાં જ લાયસન ઑફિસર અને સમીના પ્રાંત ઓફિસરના માર્ગદર્શન હેઠળ તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ), મામલતદાર અને પોલીસ વિભાગના અધિકારીઓ ત્વરિત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ અધિકારીઓએ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખીને રાહત અને બચાવ કામગીરીનું ઉત્તમ સંકલન કર્યું હતું, જેના પરિણામે મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિક નાગરિકોએ પણ સ્વીકાર્યું હતું.

હાલના સમયમાં સમગ્ર પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ સંવેદનશીલ વિસ્તાર પર સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે. આ સાથે જ, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહે, સરકારી સત્તાવાર સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરે અને આવી વરસાદી વિપરીત પરિસ્થિતિઓમાં પૂરતી સાવચેતી રાખે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande