પોરબંદર જિલ્લા પોલીસના 52 અધિકારી-કર્મચારીઓનુ સન્માન
પોરબંદર, 25 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદૃઢ બને તેમજ પોલીસની કામગીરીનું મૂલ્યાંકન કરવા જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જૂન-2026 માસની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. કોન્ફરન્સ દરમિયાન ઉત્કૃષ્ટ અને પરિણ
પોરબંદર જિલ્લા પોલીસના 52 અધિકારી-કર્મચારીઓનુ  સન્માન.


પોરબંદર જિલ્લા પોલીસના 52 અધિકારી-કર્મચારીઓનુ  સન્માન.


પોરબંદર જિલ્લા પોલીસના 52 અધિકારી-કર્મચારીઓનુ  સન્માન.


પોરબંદર જિલ્લા પોલીસના 52 અધિકારી-કર્મચારીઓનુ  સન્માન.


પોરબંદર જિલ્લા પોલીસના 52 અધિકારી-કર્મચારીઓનુ  સન્માન.


પોરબંદર, 25 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદૃઢ બને તેમજ પોલીસની કામગીરીનું મૂલ્યાંકન કરવા જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જૂન-2026 માસની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી.

કોન્ફરન્સ દરમિયાન ઉત્કૃષ્ટ અને પરિણામલક્ષી કામગીરી કરનાર 52 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ક્રાઈમ કોન્ફરન્સમાં નાયબ પોલીસ અધિક્ષક પ્રતુરાબા (પોરબંદર શહેર), સુરજીત મહેડુ (પોરબંદર ગ્રામ્ય), ધ્રુવલ સુતરીયા (રાણાવાવ ડિવિઝન) સહિત જિલ્લાના તમામ પોલીસ મથકો અને બ્રાન્ચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન આગામી તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા, નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા, ઘરફોડ ચોરી અટકાવવા, સાયબર ક્રાઈમ અંગે જનજાગૃતિ, ટ્રાફિક વ્યવસ્થા મજબૂત બનાવવા અને નશાકારક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સન્માનિત થયેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ વિવિધ ગંભીર ગુનાઓના ભેદ ઉકેલવામાં નોંધપાત્ર કામગીરી કરી હતી. તેમાં વર્ષોથી ફરાર આરોપીઓની ધરપકડ, અનડિટેક્ટેડ હત્યા, ચોરી અને છેતરપિંડીના ગુનાઓનો ભેદ ઉકેલવો, પ્રોહિબિશન અને NDPS એક્ટ હેઠળના કેસો શોધી કાઢવા, ગેરકાયદે હથિયારો જપ્ત કરવું તેમજ સંગઠિત ગુનાઓ સામે અસરકારક કાર્યવાહી જેવી કામગીરીનો સમાવેશ થાય છે.સન્માનિત અધિકારીઓમાં એએસઆઈ રણજીતસિંહ દયાતર અને પીએસઓ વિરેનદ્રસિંહ પરમારનો સમાવેશ થાય છે, જેમણે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના હિટ એન્ડ રનના અનડિટેક્ટેડ ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી આરોપીને કાર સાથે ઝડપી પાડ્યો હતો.એએસઆઈ ગોવિંદભાઈ મકવાણાએ કુતિયાણા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન કેસમાં છેલ્લા આઠ વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવાની કામગીરી કરી હતી, જ્યારે એએસઆઈ ઉદયભાઈ વરૂ અને તેમની ટીમે પોરબંદર જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત ડુપ્લિકેટ અંગ્રેજી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરી રૂ. 4.01 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.રાજેન્દ્રભાઈ જોશીએ ચાર વર્ષથી ફરાર પ્રોહિબિશનના આરોપીને મહારાષ્ટ્રના ઉલ્હાસનગરથી ઝડપી પાડ્યો હતો, જ્યારે રૂપલબેન લખધીરએ GUJCTOC હેઠળ સંગઠિત ગુનામાં મહત્વપૂર્ણ દસ્તાવેજી કામગીરી કરી હતી, જેના કારણે સંગઠિત ગુનાઓ સામે કાયદાકીય કાર્યવાહી શક્ય બની હતી.

એસઓજીના મોહિતભાઈ ગોરાણીયા અને તેમની ટીમે ગેરકાયદે હથિયારો તેમજ અલગઅલગ NDPS કેસોમાં હાઇબ્રિડ ગાંજો અને ત્રણ કિલોથી વધુ સુકો ગાંજો જપ્ત કરી નોંધપાત્ર કામગીરી કરી હતી. આ ઉપરાંત પેરોલ ફર્લો સ્કોડ, કમલાબાગ, કીર્તિમંદિર, કુતિયાણા, બગવદર અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ વર્ષોથી નાસતા ફરતા આરોપીઓને વિવિધ રાજ્યોમાંથી ઝડપી પાડવા, હત્યા, છેતરપિંડી, ચોરી, ATM ફ્રોડ, ગેરકાયદે હથિયાર, NDPS અને પ્રોહિબિશનના અનડિટેક્ટેડ ગુનાઓનો ભેદ ઉકેલવા બદલ પ્રશંસાપત્ર મેળવ્યા હતા.

જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ સન્માનિત થયેલા તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આવી કામગીરીથી પોલીસ દળનું મનોબળ વધે છે અને ભવિષ્યમાં પણ વધુ અસરકારક કામગીરી માટે પ્રેરણા મળે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande