
પોરબંદર, 25 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ બગવદર ગામે તા. 26 જુલાઈ, રવિવારના રોજ ગ્રામ પંચાયત કચેરી ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે.
લોકદરબારમાં વિસ્તારના નાગરિકો પોતાના પ્રશ્નો, રજૂઆતો અને જનહિતના મુદ્દાઓ સીધા કેબિનેટ મંત્રી સમક્ષ રજૂ કરી શકશે. લોકદરબાર બપોરે 4:00 વાગ્યાથી સાંજે 5:30 વાગ્યા સુધી યોજાશે. જેમાં વિવિધ સરકારી વિભાગોને લગતા પ્રશ્નો, અરજીઓ અને સ્થાનિક સમસ્યાઓ અંગે સ્થળ પર જ યોગ્ય નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. બગવદર તથા આસપાસના ગામોના નાગરિકોને પોતાના પ્રશ્નો સાથે ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, જિલ્લા મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવા, જિલ્લા મહામંત્રી પ્રવીણભાઈ ઓડેદરા, જિલ્લા મહામંત્રી રાજેશભાઈ કરગટીયા, પોરબંદર તાલુકા ભાજપ પ્રમુખ રાણાભાઈ મોઢવાડિયા સહિત જિલ્લાના ભાજપના આગેવાનો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya