પાટણ જિલ્લામાં મેઘરાજાનું તાંડવ: સાંતલપુરમાં અતિભારે વરસાદથી બેટમાં ફેરવાયેલા ગામો, 8 મુસાફરોના કરાયા સફળ રેસ્ક્યુ
પાટણ, 25 જુલાઈ (હિ.સ.)ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલા અતિભારે વરસાદને કારણે સાંતલપુરમાં 15.5 ઇંચ અને રાધનપુરમાં 13.5 ઇંચ વરસાદ નોંધાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સાંતલપુરના પરસુંદ
પાટણ જિલ્લામાં મેઘરાજાનું તાંડવ: સાંતલપુરમાં અતિભારે વરસાદથી બેટમાં ફેરવાયેલા ગામો, 8 મુસાફરોના કરાયા સફળ રેસ્ક્યુ


પાટણ, 25 જુલાઈ (હિ.સ.)ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલા અતિભારે વરસાદને કારણે સાંતલપુરમાં 15.5 ઇંચ અને રાધનપુરમાં 13.5 ઇંચ વરસાદ નોંધાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

સાંતલપુરના પરસુંદ ગામે, પાણી ઘરોમાં ઘૂસી જતાં ગામ બેટમાં ફેરવાયું હતું, જ્યારે ગઢા ગામે પૂર જેવી સ્થિતિ સર્જાતા પશુઓના મોત થયા છે અને લોકોનું સ્થળાંતર કરવાની નોબત આવી છે.

ભારે પાણીના વહેણને કારણે, લોદરાથી દહીસર જતા કોઝવે પર એક ટ્રક પલટી મારી ગઈ હતી અને ઝઝામ-ફાંગલી વચ્ચે પાણીમાં કાર બંધ પડતા 8 મુસાફરો ફસાયા હતા.

સાંતલપુર પોલીસ અને ફાંગલી ગામના સ્થાનિક યુવાનોએ, સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને કારમાં ફસાયેલા તમામ 8 મુસાફરોને હેમખેમ બહાર કાઢ્યા હતા.

બચાવેલા મુસાફરોને ફાંગલી પ્રાથમિક શાળા ખાતે આશ્રય આપી ભોજનની સુવિધા પૂરી પાડવામાં આવી હતી અને ઉત્તમ માનવતા દાખવનાર ગ્રામજનોની પોલીસે પ્રશંસા કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande