મહેસાણામાં સતત વરસાદથી રંજનના ઢાળ પાસે કાર પર વૃક્ષ ધરાશાયી, મોટી જાનહાનિ ટળી
મહેસાણા, 25 જુલાઈ (હિ.સ.) મહેસાણા શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે શહેરના વિવિધ વિસ્તારોમાં જોવા મળી રહી છે. શહેરના ધમધમતા ભરબજાર વિસ્તારમાં આવેલા રંજનના ઢાળ પાસે એક મોટું વૃક્ષ અચાનક ધરાશાયી થઈ રસ્તા પર પાર્ક કરેલી કાર પર પડતાં અફરાતફર
મહેસાણામાં સતત વરસાદથી રંજનના ઢાળ પાસે કાર પર વૃક્ષ ધરાશાયી, મોટી જાનહાનિ ટળી


મહેસાણા, 25 જુલાઈ (હિ.સ.)

મહેસાણા શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે શહેરના વિવિધ વિસ્તારોમાં જોવા મળી રહી છે. શહેરના ધમધમતા ભરબજાર વિસ્તારમાં આવેલા રંજનના ઢાળ પાસે એક મોટું વૃક્ષ અચાનક ધરાશાયી થઈ રસ્તા પર પાર્ક કરેલી કાર પર પડતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને મોટી દુર્ઘટના ટળી હતી.

મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક દિવસોથી સતત પડી રહેલા વરસાદના કારણે જમીન પોચી થઈ જતાં વૃક્ષના મૂળ નબળા પડ્યા હતા. પરિણામે વૃક્ષ અચાનક ધરાશાયી થઈ નજીકમાં પાર્ક કરેલી કાર પર પડ્યું હતું. બનાવ સમયે વિસ્તાર ભરચક હોવા છતાં કોઈ વ્યક્તિ વૃક્ષની નીચે ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થિતિની જાણ સંબંધિત તંત્રને કરવામાં આવી હતી. બાદમાં તંત્રની ટીમે સ્થળ પર પહોંચી વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરી હતી, જેથી વાહનવ્યવહાર ફરી સામાન્ય બની શકે.

સતત વરસાદને કારણે શહેરમાં વૃક્ષો ધરાશાયી થવાના બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. વહીવટીતંત્રે નાગરિકોને ભારે વરસાદ દરમિયાન જૂના અને વિશાળ વૃક્ષોની નજીક વાહનો પાર્ક ન કરવા તેમજ જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરી છે

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande